આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
યહૂદીઓ
पेलेस्टाइननी
भूगोळ

એશિયાના છેક પશ્ચિમ ખૂણામાં પૂર્વાંશ લગભગ ૩૪ અને ૩૬.૫ તથા ઉત્તરાંશ ૩૦.૫ અને ૩૩.૨૫ની વચ્ચે પૅલેસ્ટાઈન અથવા પેલેસ્ટિના નામનો એક પ્રદેશ છે. એ અરબસ્તાનના વાયવ્ય ખૂણામાં આવેલા સીરિયા નામે પ્રાંતનો ભાગ છે. ૧૯૧૪-૧૮ની લડાઈ પહેલાં તે તુર્કસ્તાનની હકૂમત તળે હતો.લડાઈને અંતે થયેલી સુલેહની શરતોથી તેની રાજ્યવ્યવસ્થા કરવાનો અધિકાર અંગ્રેજોના હાથમાં આવ્યો. તેના પર કોની હકૂમત રાખવી તે ખિલાફતની ચળવળનો એક વિષય હતો. હાલમાં કેટલાંક વર્ષથી અરબો અને યહૂદીઓ વચ્ચે એની ઉપર રાજકીય સત્તા કોની અને કેટલી રહે તે બાબત તીવ્ર કલહ ચાલી રહ્યો છે. આ પ્રદેશની લંબાઈ ઉત્તરદક્ષિણ ૧૪૦ માઈલ અને પૂર્વપશ્ચિમ સરેરાશ ૮૦ માઈલ છે. એનું ક્ષેત્રફળ આશરે ૧૧,૦૦૦ ચોરસમાઈલ હશે. એની ચતુ:સીમા પર ઉત્તરે લેબાનાનનો ઘાટ, પૂર્વે અરબસ્તાનનો રણનો ભાગ, દક્ષિણે સિનાઈનો દ્વિપકલ્પ અને પશ્ચિમે ભૂમધ્ય સમુદ્ર આવેલા છે. પૅલેસ્ટાઈનની વચ્ચોવચ થઈને યાર્દેન નામે એક નદી ઉત્તરથી દક્ષિણ તરફ વહે છે. માર્ગમાં તે ગૅલિલી અથવા ગેન્નેસૅરેતના