પ્રવૃત્તિ
પીવા તેને તૈયાર થયેલો જોઈ તેણે આશ્ચર્ય દેખાડ્યું. ઈશુએ એને કહ્યું, 'બાઈ, હું કોણ છું તે તું સમજે તો જે ભૌતિક જીવન હું માગું છું, તેના બદલામાં તું મારી પાસેથી દિવ્ય જીવન.*[૧] માગી લઈ શકે છે.' બાઈએ ઈશુને પોતાના શબ્દો વધારે સ્પષ્ટપણે સમજાવવા કહ્યું. ત્યારે ઈશુએ ઈશ્વર બહારનાં તીર્થો અને મંદિરોમાં નહિ પણ અંતરમાં પૂજાય છે, ઈશ્વરનો પ્રેમરસ પીધાથી મનષ્યનું જીવન ઉન્નત થાય છે, અને તેનો અનંત જીવનમાં વાસ થાય છે, એ વિષે ઉપદેશ આપ્યો. તે સાંભળી બાઈએ ઈશુની દીક્ષા લીધી. તેનું પૂર્વજીવન અશુદ્ધ હતું, પણ ત્યારથી તે પવિત્રપણે રહેવા લાગી.
જે મનુષ્ય પોતાના જીવનમાં ભૂલો કરી પાપમાર્ગે ચડી જાય છે, તેને સામાન્યજનો તિરસ્કારની દૃષ્ટિએ જુએ છે. એનો સંગ તો બાજુએ રહ્યો, પણ ઘણીવાર એક પ્રાણી તરીકેની દયાને પાત્ર પણ એને ગણવામાં આવતો નથી. જો કોઈ એની તરફ રહેમની દૃષ્ટિએ જુએ તો તેની ઉપર પણ વિવિધ પ્રકારનો જુલમ થાય છે. વળી સામાન્ય જનોની ઈશ્વર વિષેની ભાવના એવી હોય છે કે જેમ રાજા દુષ્ટોને દંડ દે છે, તેમ રાજા પાસેથી છટકી ગયેલા લોકોને ઈશ્વર સજા કરે છે. એમની સમજ પ્રમાણે પરમેશ્વર પાપીઓને દંડવાવાળો છે. યમપુરી એ પરમેશ્વરનું મોટું - અને પરમેશ્વરની મોટાઈના પ્રમાણમાં ભયંકર - કેદખાનું છે. એ ન્યાયે સામાન્ય રીતે લોકો પાપીનો બહિષ્કાર કરવામાં તથા એને સજા કરવા-
- ↑ *જીવન = પાણી