આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૪૫

ક્રૂસારોહણ

સર્વે સભાએ ઈશુ પર ફિટકરનો વરસાદ વરસાવ્યો. કોઈ મોં ઉપર થૂંક્યા, કોઈકે તમાચા માર્યા અને કોઈ ઠેકડી પૂર્વક પૂછવા લાગ્યા, ' તું ખ્રિસ્ત હોય તો કોણે તને પાછળથી ટપલો માર્યો તે કહે.'

'એને મારી નાંખો, મારી નાંખો.' એવી સર્વે બૂમ પાડી ઊઠ્યા.

पिटरनी कायरता

આટલો વખત પિટર શું કરતો હતો? મહાપૂજારીની એક નોકરડીએ એને સગડી આગળ તાપતો જોઈ કહ્યું, 'આ તો ઈશુનો સાથીદાર છે!' પિટરે કહ્યું, 'તું શું ખોટું બોલે છે? હું તો એને જાણતો પણ નથી.'

એ બહાર નીકળ્યો, ત્યાં બીજી દાસીએ પણ એ જ આક્ષેપ કર્યો. વળી એ બોલ્યો, 'આ શો જુલમ ! હું કાંઈ જાણતોયે નથી !'

અને વળી ત્રીજી વાર એણે સોગંદ લઈ કહ્યું, 'હું એ માણસને મુદ્દલે ઓળખતો નથી.'

તરત જ કૂકડો બોલ્યો અને પિટરનું ચિત્ત જાગ્રત કરી ગયો. ઈશુએ આ સર્વ જોયું હતું. પિટર શરમાઈ ગયો. ત્યાંથી એ મોઢું છુપાવી નાઠો અને ખૂબ રડ્યો. એને અત્યંત પશ્ચાતાપ થયો.'*


જેમ પાછલી ઉંમરે એક વાર ભારે મંદવાડ વેઠ્યા પછી સાજા થઈએ તો પણ મંદવાડની કાંઈક નિર્બળતા ઘણુંખરું રહી જ જાય, તેમ એક વાર સત્ત્વહિન થયા પછીનો પશ્ચાતાપ ચિત્તને શુદ્ધ કરે તોપણ નિર્બળતાની કાંઈક નિશાની જ રહે છે. એ નિર્બળતાનો