આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૫૮

ઈશુ ખ્રિસ્ત

खोटां सुखो

સંતો તમને પૈસો શાન્તિ નહિ આપી શકે;એનું તમે બળ ન માનશો; કારણ કે એ જશે ત્યારે તમારું સમાધાન નહિ રહે.

તમારા આજના સુખથી તમે પોતાને નસીબદાર ન સમજશો; કારણ કે એ રડવાનો દિવસ પણ લાવશે, અને તે સમયે તમારો આજનો સુખાનુભવ તમારું દુઃખ ઓછું નહિ કરી શકે.

વળી, તમે તમારી વાહવાહથી રખે ફૂલાતા; કારણ કે તેથી તમને સાધુતા પ્રાપ્ત નહિ થાય.

जगतना प्राण
कोण?

સંતો, તમે પોતાને દીન અને દયાપાત્ર ન માનશો. તમે આ જગતનું નીમક છો - પ્રાણ છો. નીમક સ્વાદનું સાર છે, પણ એ જો સ્વાદરહિત થઈ જાય તો માટીમાં ફેંકી દેવા અને પગે ચાંપવા લાયક ગણાય; તેમ તમે તમારું સત્ત્વ - નીમક - ખોઈ પગે ચાંપી નાંખવા જેવા થશો નહિ. તમે આ જગતનું નૂર છો. જેમ ટેકરી પર વસેલા શહેરને છુપાવી શકાય નહિ, જેમ મીણબત્તીને ઢાંકણા તળે મૂકી શકાય નહિ, - એને તો ગોખલામાં જ મેલવી ઘટે - તેમ તમે તમારા નૂરને જગતમાં નાંખી જગતને પ્રકાશો, કે જેથી પ્રજા તમારાં સત્કર્મોને જુએ અને તમારા પ્રિય પ્રભુનાં યશોગાન ગાય.

ईश्वरना अविचल
नियमो

સંતો એમ ન માનશો કે હું જૂનાં શાસ્ત્રોનો ઉચ્છેદ કરવા આવ્યો છું, હું તો એનાં રહસ્યોને સમજાવવા અને એનાં તત્ત્વોનું વિશેષ પૂર્ણતાથી પાલન કરાવવા ઈચ્છું છું. ખાતરીથી માનજો કે જ્યાં સુધી સ્વર્ગ અને પૃથ્વીનું અસ્તિત્વ છે ત્યાં સુધી એક ઘાસના તણખલાનેયે