આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૭૧

બીજાં પ્રવચનો

અને અભક્તોને તે કહેશે, 'તમે અહીંથી ચાલ્યા જાઓ, અને નરકમાં હોમાઓ. કારણ, હું તમારે ત્યાં ભૂખ્યો થઈને આવ્યો, પણ તમે મને ખવાડ્યું નહિ; તરસ્યો હતો, ત્યારે પાણી પાયું નહિ; અજાણ્યો હતો, ત્યારે આશરો આપ્યો નહિ; નવસ્ત્રો જોઈ ઓઢાડ્યું નહિ; માંદો અને બંદીખાને હતો, ત્યારે સંભાળ્યો નહિ.'

ત્યારે તે અભક્તો પૂછશે, 'દેવ, તું ક્યારે અમારી પાસે ભૂખ્યો, તરસ્યો, અજાણ્યો, નવસ્ત્રો, માંદો, કેદી વગેરે સ્થિતિમાં આવ્યો, અને અમે તને ખવાડ્યો, પિવાડ્યો, રાક્યો, ઓઢાડ્યો, કે સાંભળ્યો નહિ?'

ત્યારે રાજા કહેશે કે, 'મારી પ્રજાના નાનામાં નાના જીવને તમે જે ન કર્યું, તે મને જ ન કર્યું.'

આમ તેઓ અનંત યાતનામાં પડશે, અને ભક્તો અનંત જીવનમાં.

૬. શાપ આપવા વિષે

એક વાર એક ગામે ઈશુનો સત્કાર કર્યો નહિ. આથી તેના બે શિષ્યોએ તેને શાપ આપવા ઈચ્છા કરી. તેમને અટકાવતાં ઈશુએ કહ્યું:

માનવપુત્ર માનવોના જીવનનો નાશ કરવા અવતર્યો નથી, પણ તેમને બચાવવા.

૭. લાયક મહેમાન

તમારે જમણ આપવું હોય તો તમે તમારાં સગાંવહાલાં અને પૈસાદાર મિત્રોને ન જમાડો. તેઓ તમને વળતું નોતરું આપી બદલો વાળશે. માટે જેઓ બદલા વાળી શકે એમ