પૃષ્ઠ:Ishwarchandra Vidyasagarnu Jivancharit.pdf/૧૦

આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

ઈશ્વરચન્દ્ર વિદ્યાસાગર.

પ્રકરણ ૧ લું.

પૂર્વજો તથા જન્મ સંબંધી વૃત્તાન્ત

આ મહાન્ પુરૂષનો જન્મ બંગાળ પ્રાન્તમાં મેદિનીપુર જીલ્લામાં વીરસિંહ *[૧] નામના એક ગામામાં ગરીબ પણ આબરૂદાર કુટુમ્બમાં થયો હતો. ઈશ્વરચન્દ્રના પિતાનું નામ ઠાકોરદાસ બંદોપાધ્યાય અને માતાનું નામ ભગવતી દેવી હતું. નામને અનુરૂપ ગુણ ધરાવતી આ ભગવતી દેવીને પેટે શકે ૧૭૪ર, બંગાબ્દ ૧૨૨૭ની આશ્વિન સુદી ૧૨ એટલે ઇ. સ. ૧૮૨૦ ની ૨૬ મી સપ્ટેમ્બરને મંગળવારે મધ્યાહ્ન સમયે, મહાત્મ ઈશ્વરચંદ્રે જન્મ ધારણ કર્યો હતો.

મનુષ્ય માત્રના ચારિત્ર્ય બંધારણમાં જે અનેક કારણો સહાયભૂત


  1. *આ ગામ પહેલાં હુગલી પરગણામાં હતું પણ બંગાળાના લેફ્ટેનન્ટ ગવર્નર સરજ્યોર્જ કેમ્પબેલના સમયમાં એ મેદિનીપુર જીલ્લામાં શામીલ કરવામાં આવ્યું હતું. વેરસિંહ કલકત્તાથી છવ્વીસ ગાઉ દૂર આવેલું છે. કલકત્તાથી જળમાર્ગે વીરસિંહ જતાં, ગંગા, રૂપનારાયણ, વગેરે વગેરે નદી ઓળંગીને ઘાટાલ ગામ પહોંચાય ચ્ગે. ઘાટાલથી વીરસિંહ અઢી ગાઉ છે. આજ કાલતિ ત્ય્હાં જવાની ઘણી સગવડ થઈ ગઈ છે. હોર મિલર કમ્પનીની સ્ટીમરો ઘાટાલ આવ જા કરે છે. એ સ્ટીમરની સગવડથી એકજ દિવસમાં ઘાટાલ પહોંચાય છે. જે દિવસોમાં આગબોટ ચાલતી નહોતી, તે દિવસોમાં, હોડીમાં બેસીને જતાં ચાર પાંચ દહાડા લાગતા. વિદ્યાસાગરના ચરિત્રમાં ‘વીરસિંહ’ ગામનો ઉલ્લેખ વારે ઘડીએ થતો હોવાથી ત્હેનો આ થોડોક પરિચય કરાવવો વ્યાજબી લાગ્યો છે. - શિ. દ. પં