પૃષ્ઠ:Ishwarchandra Vidyasagarnu Jivancharit.pdf/૧૬

આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
ઈશ્વરચંદ્ર વિદ્યાસાગર


સ્નેહ પૂર્વક પુત્ર અને પુત્રવધુનું લાલન પાયત કરવા લાગ્યા. સાક્ષાત્ અન્નપૂર્ણા સ્વરૂપ આ ભગવતી દેવીના ઉદરમાંજ આપણા ચરિત્રનાયક વિદ્યાસાગરે જન્મ ધારણ કર્યો હતો. એમનો જન્મ થયો તે દિવસે ઠાકુરાદાસ હાટમાં ચીજ વસ્તુ ખરીદવા કૌમરગંજ નામના પાસેના ગામમાં ગયા હતા. ઘેર પાછા આવતાં પિતા રામજય સ્હામા મળ્યા અને હર્ષ પૂર્વક વધામણી આપતાં કહ્યું કે એક વાછડો અવતર્યો છે. એ અરસામાં ત્હેમને ત્ય્હાં એક ગાય પણ વીઆવાની હતી, એટલે ઠાકુરદાસ આ ખબર સાંભળીને ગૌશાળા તરફ જવા લાગ્યા. તર્કભૂષણે હસીને કહ્યું ‘આ તરફ નહીં, પેલી તરફ’ એમ કહી ને સૂતિકાગૃહમાં લઇ જઇને નવા જન્મેલા બાળક ઈશ્વરચન્દ્રને બતાત્યા અને કહ્યું કે ‘એને વાછડો એટલા માટે કહ્યો કે જક્કી વાછડાની પેઠે એ પણ જક્કી અને હઠીલો થશે. જે વાત પકડશે ને છોડશે નહીં.’

વાંચક ! શરમ અને મલાજાના સખ્ત નિયમવાળા આપણા ભારત વર્ષમાં એક પિતાએ પુત્રની સાથે આ પ્રમાણે વર્તવું એ કેવુંનું આશ્ચર્તકારક ! સુવાવડમાં મરણ પથારીએ પડેલી પત્નીનીને મલાયજાની ખાતર, જોવા પણ જતાં છોકરાને અટકાવનાર આપણા માબાપો આના ઉપરથી શિખામણ નહીં લે ? આ સાધારણ કૌતુક હાસ્યમય પ્રસંગ ઉપરથી હમને તો રામજય તર્કભૂષણનું ઉદાર ચરિત્ર સ્પષ્ટ જણાઈ આવે છે. બંગાળના વર્તમાન યુગના સર્વશ્રેષ્ઠ લેખક કવિ રવિન્દ્રનાથ ઠાકુર લખે છે કે “આ હાસ્યમય, તેજોમય, નીડર, સરળ અને નિખાલિસ સ્વભાવના પુરુષ જેવું આદર્શ બંગાળા પ્રાન્તમાં વિરલ નહોત તો બંગાળીઓમાં પુરૂષાતનનો અભાવ રહેત નહીં, હમે ત્હેમનું ચરિત્ર વિસ્તારપૂર્વ એટલા માટે વર્ણવ્યું છે, કે એ દિરર બ્રાહ્મણે પૌત્રને બીજી કાંઇ માલ મિલ્કત વારસામાં નહોતી આપી. પણ ચારિત્ર્ય મહાત્મ્યનો અખુટ ભંડાર અખંડ રૂપે વારસામાં આપી ગયા હતા. વિદ્યાસાગર ઉપર મૂળથીજ પિતામહનો અત્યંત સ્નેહ હતો. એક કહેવાય છે કે જ્ય્હારે એ ઘર છોડીને ન્હાશી ગયા હતા,