પૃષ્ઠ:Ishwarchandra Vidyasagarnu Jivancharit.pdf/૩૩

આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૨૪
ઇશ્વરચંદ્ર વિદ્યાસાગર

મંજુરી માંગી. પણ અડગ ઈશ્વરચન્દ્ર નાને તાજ કહેતા ગયા અને આખરે એટલું કહીને ઘેર જતા રહ્યા, કે “કોણ જાણે ક્યહારે આ સત્યાનાશી રિવાજ કુળવાનોમાંથી જડમૂળથી નાબૂદ થશે!” આમતો ઇશ્વરચન્દ્ર ઘેર ગયા, પ્હણે ગુરુજીના લગ્નની તૈયારીએ થવા લાગી અને વાંચકો લખતાં હૃદય કંપી ઉઠે છે, પંચાશી વર્ષના બુઢ્ઢા સાથે એક અતિ રૂપવતી કન્યાનું લગ્ન– લગ્ન શેનું, પાયિગ્રહણ-થઈ જ ગયું!

ઈશ્વરચન્દ્રે જ્ય્હારે આ લગ્નની વાત સાંભળી ત્ય્હારે એ ધ્રુજવા લાગ્યા અને સજળનેત્રે, રૂંધાઈ ગયેલા કંઠે ચ્હીડાઇમાં જઈને બોલી ઉઠ્યા, કે હે પરમાત્મા ! શું આ દેશને રસાતળા પહોંચાડવાનેજ ત્હારો વિચાર છે ? સ્ત્રીઓ કષ્ટ પામતી હોય તે ધરનું અને એ દેશનું કદી કલ્યાણ થતું નથી, બસ, આટલું બોલીને એ ચુપ થઈ ગયા અને મનમાંને મનમાં કાંઇ વિચારવા લાગ્યા. દૃઢ પ્રતિજ્ઞા સૂચક ચિહ્‌નો એજ સમયે ત્હેમના મ્હોં ઉપર ઝળકવા લાગ્યા. ત્હેમની એ પ્રતિજ્ઞા, આગળ ઉપર, ત્હેમના કાર્યેથી જણાઇ આવશે.

એક દિવસ એ પંડિતજીએ ત્હેમને કહ્યું ‘આટલા બધા દિવસ થયા પછુ તું ત્હારી નવી ગુરુપત્નીનાં દર્શન કરતા નથી આવ્યો.’ ઇશ્વરચન્દ્ર રોઈ પડ્યા. ત્હેમની આંખોમાંથી ચોધાર આંસુની ધારા વહેવા લાગી. એ વખતે તો પંડિતજી શાન્ત રહ્યાં. પણ બીજે એક દિવસે પ્હરાણે એમને પોતાને ઘેર લઈ ગયા. ત્યાં જઈને ઈશ્વરચન્દ્રે પોતાની બાળ ગુરૂપત્નીને જોઇ ત્ય્હારે ત્હેમના ચિત્તમાંનો કરૂણા સાગર ઉભરાઇ આવ્યો. ત્હેમના જળબિન્દુઓએ આંખો દ્વારા વહીને ગુરૂપત્નીના અર્ધપાદ્યની ગરજ સારી. બે રૂપિયા સામે ગુરૂપત્નીના ચરણમાં માથું મુકીને પ્રણામ કરીને પોતે બહાર જતા રહ્યા. ગુરૂજીએ ત્હેમને જળપાન કરવાનો ઘણો આગ્રહ કર્યો પણ એ તેજસ્વી મહાત્માએ ઉત્તર આપ્યો, કે ‘આ નરક કુંડમાં હવે હું જળસ્પર્શ નહીં કરૂં.' આટલું કહીને એ સીધા ઘેર ગયા, વાંચકોને જણાવવાની જરૂર નથી, કે એ શંભુચન્દ્ર વાચસ્પતિજી થોડાક દિવસમાં પરલોકક સીધાવ્યા