પૃષ્ઠ:Ishwarchandra Vidyasagarnu Jivancharit.pdf/૪૮

આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૩૯
ઈશ્વરચંદ્ર વિદ્યાસાગર

મુજ ગરીબનું સત્યાનાશ વળી જશે. પરોપકારી વિદ્યાસાગર તરતજ નોકર પાસે દવાની પેટી અને બેસવાનો મુંઢો ઉપડાવીને એ ઢેડાને ઘેર ગયા, અને આખો, દિવસ ભુખ્યા રહીને ત્હેની સ્ત્રીનો ઇલાજ કર્યો. આખરે સંધ્યાકાળે રોગીને જ્ય્હારે વળતી દશા થઇ છેત્ય્હારે પોતે ઘેર આવીને સ્નાન કરીને ભોજન કર્યું. વાયકો ! કહો ત્હમારામાંથી એવા કેટલાક માણસો નીકળી આવશે, કે જે ઢેડા જેવી નીચી ગણાતી જાતિને ઘેર જઈને મળમુત્રની દુર્ગન્ધ વગેરે બધી જાતનું દુઃખ સહન કરીને રોગીની સેવા કરે ? ગવર્નર સાહેબની સભામાં બેઠક મેળવવાને માટેતો ઘણા ઉમેદવારો મળી આવશે, ૫ણ માન અપમાન, ઊંચનીચ, સુખ દુઃખ વગેરેનો કાંઈ પણ વિચાર ન કરતાં સર્વદા ગરીબો, દ્ઃખીઓનું દુઃખ નિવારણ કરવામાં તત્પર રહે એવા કેટલા થોડા નીકળી આવશે ? અઢળક ધન પ્રાપ્ત કરવાથી કે સરકારને ગમે તે પ્રકારે ખુશ કરી ખિતાબો મેળવ્યાથી ખરૂં સન્માન નથી મળતું. ખરૂં સન્માન, આંતરડીની દુવા તો એવા ઉપકારી કાર્યોથીજ મળે છે. ભારતવર્ષમાં નામના દેશ હિતૈષિઓ તો ઘાણા છે. પણ ભારતની દીન પ્રજાનું યથાર્થ હિત હૈડે ધરનાર કેટલા ગણ્યા ગાંઠ્યા છે? ! જો ખરેખરા દેશહિતૈષી હોવાનો દાવો કરતા હોતો આ પરોપકારી મહાત્મા વિદ્યાસાગરનું અનુકરણ કરો. -

દરિદ્રોને એ સર્વદા સર્વ પ્રકારે સહાયતા આપતા હોવાથી બંગાળી લોકો એમને ‘વિદ્યાસાગર’ ને બદલે ‘દયાસાગર’ કહેવા લાગ્યા હતા.

વિદ્યાસાગર પ્રિન્સિપાલ નીમાયા એટાલે સરકારે એમની પાસેથી રિપોર્ટ માંગ્યો કે કૉલેજની પૂર્ણ ઉન્નતિને માટે સરકારે શાં પગલાં લેવાં જોઈએ. તેમણે પોતાની બધી વિદ્યા તથા બુદ્ધિનો ઉપયોગ કરીને એ રિપોર્ટ કેળવણી ખાતા ઉપર મોકલ્યો એ ખાતાના અધ્યક્ષ એ રિપોર્ટ વાંચીને એટલા બધા ખુશ થયા કે ત્હેમણે વિદ્યાસાગરનો પગાર દોઢસોથી વધારીને એકદમ ત્રણસેં રૂપિયા કર્યો, અને ત્હેમની રિપોર્ટને અનુસરીને ઘણી નોર્મલ સ્કૂલો સ્થાપી, તથા ઈ. સ. ૧૮૫૫ થી