પૃષ્ઠ:Ishwarchandra Vidyasagarnu Jivancharit.pdf/૫૩

આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૪૪
૪૪
ઇશ્વરચંદ્ર વિદ્યાસાગર


પ્રકરણ ૫ મું.


વિદ્યાસાગરની સાહિત્ય સેવા.


હાલનું બંગાળી સાહિત્ય વિદ્યાસાગરને ઘણુંજ આભારી છે. બંગાળી ભાષાના પિતા એ નહોતા, પણ બંગાળી ભાષાના પ્રથમ શિલ્પી એ હતા એમ બંગાળાના વિદ્વાન સાક્ષરોનું માનવું છે. બંગાળી ગદ્ય સહિત્ય રચના એમના સમય પહેલાં થઇ ચૂકી હતી પણ એમાં કળા નૈપુણ્ય લાવનાર પ્રથમ સાક્ષર વિદ્યાસાગર જ હતા. એમણે બંગાળી સાહિત્ય સૃષ્ટિમાં પ્રવેશ કર્યો તે સમયે એ સાહિત્ય તાન અપૂર્ણ હતું. બાળપોથી ભણાવવા જેવાં પુસ્તકો હતાં નહીં. અને સાહિત્યના બીજા ગ્રંથો પણ એવા હતા, કે ત્હેમને બંગાળી નહીં પણ સંસ્કૃત ગ્રંથો કહેવા વ્યાજબી ગણાય.

બંગાળી ગદ્યમાં એમની પ્રથમ રથના “વાસુદેવ ચરિત” છે. શ્રીમદ્ ભાગવતના આધારે લખાયેલું આ સુન્દર પુસ્તક હતું. પણ એમાં શ્રી કૃષ્ણનું પૂર્ણ બ્રહ્મત્વ પ્રતિપાદિત કરેલું હોવાથી, કૉલેજ કમિટીએ સિવિલિયનો અભ્યાસને માટે એ પુસ્તક પસંદ ન કર્યું અને તેથી એ અપૂર્ણ અને અપ્રકાશિત જ રહ્યું.

ત્ય્હાર પછી ઈ. સ. ૧૮૪૭ માં એણે સંસ્કૃત વૈતાલ પચીશીનો બંગાળીમાં તરજુમો કર્યો. એ તરજુમો ઘણોજ સારો થયો અને ભાષાને માટે તો એ વિદ્યાસાગરની સર્વોત્કૃષ્ટ રચના છે, મ્હોટા મ્હોટા પંડિતોએ એ પુસ્તકનાં વખાણ કર્યા છે પણ એવા ઉત્તમ ગ્રન્થનો પ્રચાર કરવામાં પણ એમને ઘણો પરિશ્રમ કરવો પડ્યો હતો. કેળવણી ખાતામાં એ ગ્રન્થને મંજૂર કરવાને માટે એક દેશી ગૃહસ્થે વાંધો લીધેલો હોવામી એમને શ્રીરામપુરના એક વિદ્વાન પાદરી માર્શમેન સાહેબના અનુમોદનની જરૂર પડી હતી. બંગાળી સાહિત્યના મુરબ્બી રૂ૫ વિદ્યાસાગર