પૃષ્ઠ:Ishwarchandra Vidyasagarnu Jivancharit.pdf/૬૪

આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૫૫
ઇશ્વરચંદ્ર વિદ્યાસાગર


વળી ગઈ, અને વિદ્યાસાગર ઉથલી પડ્યા, તથા પડતાંની સાથેજ બેહોશ થઈ ગયા. પાછળથી મિસ કારપેન્ટરની ગાડી આવી પહોંચી વિદ્યાસાગરની આસપાસ તમાસો જોનારની ઠઠ જામી હતી પણ કોઈ કંઈ ઉપાય કરતું નહોતું. કુમારી કારપેન્ટર એકદમ ગાડીમાંથી ઉતરી પડીને રસ્તામાં બેસીને, ત્હેમનું માથું પોતાના ખોળામાં મુકીને રૂમાલથી પવન નાખવા લાગ્યાં. થોડીવાર પછી વિદ્યાસાગરને ભાન આવ્યું, આ પ્રસંગનું વર્ણન કરતાં વિદ્યાસાગર મહાશયે કહ્યું હતું, કે જ્ય્હારે મ્હને ચેતના થઇ, ત્ય્હારે મને લાગ્યું, કે મારી માતૃ દેવી આવીને મ્હને પોતાના ખોળામાં લઇને બેઠાં છે, અને સ્નેહ પૂર્વક પુત્રની સેવા કરી રહ્યાં છે. આ રીતે એક વખત એ સ્વર્ગ સુખ ભોગવ્યું છે. એ દારૂણ વેદનામાં પણ મિસ કારપેન્ટરનો એ વાત્સલ્ય પ્રેમ પામીને મ્હેં અત્યંત તૃપ્તિ અનુભવી છે.

વિદ્યાસાગર મહાશય જ્ય્હારે આ વાત કરતા હતા ત્યારે ત્હેમના મુખ ઉપરના ભાવમાં તથા અશ્રુજળથી પણ આંખોમાં કૃતજ્ઞતા પૂર્ણ ઊંડી ભક્તિનું ચિત્ર ખડું થતું હતું.

આ અકસ્માતથી ત્હેમને પાંસળામાં ઘણી સખ્ત ઇજા થઈ હતી. ત્ય્હાર પછી એ હમેશાં પથારીવશ રહ્યા હતા. જોકે વચમાં કોઈ કોઈ વખત એમની પ્રકૃતિ સારી થઈ આવતી તોપણ તેમ જડમૂળથી ગયો નહોતો.

ઈશ્વરચંદ્ર વિદ્યાસાગર જેવા વિદ્વાન બંગાળી પંડિતના સમાગમાં આવવાથી કુમારી કારપેન્ટરએ સ્ત્રીઓના કલ્યાણને માટેની યોજના ઘડવામાં ઘણી મદદ મળી હશે એતો નિઃસંદેહ છે, ફક્ત એકજ બાબતમાં એમને મિસ કારપેન્ટર સાથે મત ભેદ પડ્યો હતો અને તે સ્ત્રીઓને માટેની નોર્મલ સ્કૂલોની સ્થાપના સંબંધમાં હતે. મિસ કરપેન્ટર એવી સ્કૂલો સ્થાપવા માંગતાં હતાં, ઈશ્વચન્દ્ર ત્હેમના ઉદ્દેશની વિરુદ્ધ નહોતા, પણ હિન્દુ સંસારના પોતાના વિશાળ અનુભવ ઉપરથી એમ માનતા હતા કે કુળવાન હિન્દુઓ પોતાની ઉમર લાયક સ્ત્રીઓને