પૃષ્ઠ:Ishwarchandra Vidyasagarnu Jivancharit.pdf/૭૨

આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૬૩
ઇશ્વરચંદ્ર વિદ્યાસાગર


વિવાહની પક્ષમાં કાયદો ઘડાવવા આતુર છે એ જાણીને બાંગાળામાં ભારે ખળભળાટ મચી રહ્યો. વિદ્યાસાગરના આગ્રહથી ઓનરેબલ જે. પી. ગ્રાન્ટ સાહેબે ગવર્નર જનરલની સભામાં એ બિલને લગતો સવાલ ઉત્સાહ પૂર્વક ઉપાડી લીધો. એ સહૃદય અંગ્રેજે એ પ્રસંગે જે અસરકારક ભાષણ આપ્યું હતું તે દરેક ગૃહસ્થે મનન કરવા યોગ્ય છે. સ્થળ સંકોચને લીધે, હમે તે ઉતારી શકતા નથી, પણ ત્હેમના હૃદય ઉચ્છવાસના છેલ્લા કેટલાક શબ્દો અમે ઉતારવાની લાલચને રોકી શતા નથી. ઓનરેબલ મિસ્ટર ગ્રાન્ટે એ ભાષણમાં કહ્યું હતુ કે ‘જો મ્હારી ખાત્રી થશે કે આ કાયદો પસાર થવાથી એક પણ બાલિકા વૈધવ્યના ત્રાસમાંથી બચશે તો, હું તે એકલીને માટે આ કાયદો પસાર કરાવીશ, જો હું એમ માનતો હોઉં ( જો કે એથી ઉલટી વાતની મ્હારી ખાત્રી છે ) કે આ કાયદો પસાર થવાથી કાંઈ વળશે નહીં, તોપણ હું ફક્ત અંગ્રેજ નામની પ્રતિષ્ઠા ખાતર એ કાયદો પસાર કરાવીશ.’ આ પ્રમાણે ઓ. મિસ્ટર જેમ્સની સહાયતાથી, વિદ્યાસાગરનો ચિરવાંછિત વિધવા વિવાહ વિધાયક દ્વારા તા. ૨૬ મી જુલાઇ ૧૮૫૬ ને રોજ પસાર થયો. આ કાયદો પસાર થવાથી એમનો ઉત્સાહ ઘણો વધી ગયો, અને એ તનમનધનથી એ પ્રયત્નમાં ચાલુ રહ્યા. આખરે શકે ૧૭૭૮ બંગાળી સવંત ૧૨૬૨ ના માગશર વદી ૮ ને રોજ વિદ્યાસાગરની કીર્તિનો દુંદુભીનાદ વાગી રહ્યો. એ દિવસે કલકત્તા નગરમાં પ્રથમ પુનર્લગ્ન થયું. વર કન્યા બન્ને ઉચ્ચ બ્રાહ્મણ જાતિનાં હતાં. કન્યાનું નામ કાલીમતી દેવી હતું અને વરનું નામ શ્રીશચન્દ્ર હતું. શ્રીશચન્દ્ર એક વિદ્વાન બ્રાહ્મણ હતા અને સંસ્કૃતની ઉચ્ચ પરીક્ષા આપીને ‘વિઘારત્ન’ની ઉપાધિ મેળવી હતી. આ લગ્નનો વરઘોડો જોવાને લોકોની પુષ્કળ ભીડ એકઠી થઈ હતી. સુકિયા સ્ટ્રીટ અને ત્હેની પાસેના મહોલાઓ માણસોથી ચીકાર ભવાઈ ગયા હતા. સુલેહનો ભંગ ન થાય એટલા માટે સરકાર તરફથી બબ્બે હાથને છેટે પોલિસનો પહેરો મુકવામાં આવ્યો હતો. આ લગ્ન સમારંભ વખતે કેટલાક રાજા