પૃષ્ઠ:Ishwarchandra Vidyasagarnu Jivancharit.pdf/૮૩

આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૭૪
ઇશ્વરચંદ્ર વિદ્યાસાગર

ત્હેનો ધોળે દાહાડે ભંગ કર્યો છે. ફક્ત વિદ્યાસાગર મહાશય જિંદગીના છેલ્લા દિવસ સૂધી પોતાની પ્રતિજ્ઞાને દૃઢ રીત્યે વળગી રહ્યા હતા. ત્હેમણે પોતાની સર્વ કન્યાઓને સોળ વર્ષની વય પછી પરણાવીને કન્યા કાળની મર્યાદા વધારવાનું દૃષ્ટાન્ત બેસાડ્યું હતું.

અંગ્રેજી રાજ્યના સૂત્રપાતની સાથે સાથે ભારત વર્ષના કેળવાયેલા પુરુષોમાં જે એક મહાન્ દોષે પ્રવેશ કર્યો છે, તે સુરાપાનનો દોષ છે. એ સમયના અંગ્રેજી ભણેલા બંગાળી યુવકો મદિરાના ચુસ્ત ભક્ત બન્યા હતા. દારૂના બાટલા ઉડાવવા, અખાદ્ય પદાર્થો ખાવા અંગ્રેજી પોશાકમાં સજ્જત થઈ હાથમાં ચિરુટ લઈને ફરવું એ તે સમયના યુવકોની દૃષ્ટિમાં અંગ્રેજી સભ્યતાના લક્ષણો ગણાતા હતા મદિરાપાનની ટેવને વશ બંગ ભૂમિના રત્નસમ શિક્ષિત પુત્રોને ભર જુવાનીમાં કાળના મ્હોમાં સપડાતા જોઈને સ્વર્ગસ્થ બાબુ પ્યારિચરણ સરકાર નામના ગૃહસ્થે ઈ. સ. ૧૮૬૪ માં બંગાળ મદ્ય નિષેધકની સભાની સ્થાપના કરી આ સભાના પ્રારંભથી તે પોતાના જીવનના અન્તિમ દિવસ સુધી વિદ્યાસાગર મહાશય સભાસદ હતા, અને મધ્ય પાન નિવારણના કાર્યમાં પ્યારિચરણ બાબુને અત્યંત સહાયતા આપી હતી. તે ઉપરાંત પોતાના સમાગમમાં આવનાર યુવકોના ચારિત્ર્ય ઉપર બહુજ બારિક દેખરેખ રાખતા અને એમાંથી કોઈ સુરાપાનીઓની સંગતમાં ફરે છે એવો શક પડતાં એને પુષ્કળ ધમકાવી નાખવા ચૂકતા નહીં.

વિદ્યાસાગર મહાશયની પરલોકગમનના થોડાક દિવસ અગાઉ ભારત વર્ષમાં ‘સંમતિવય’ ના કાયદા સંબંધી ચારે દિશામાં ભારે ખળભળાટ મચી રહ્યો. સ્વદેશપ્રેમી સન્ત સ્વર્ગસ્થ આનંદ મોહન બસુ, મૃત્યુ શય્યામાં પડ્યા પડ્યા પણ રાજ્ય દ્વારી આંદોલન સાથેની પોતાની જીવન પર્યંતની સહાનુભૂતિ દર્શાવવા માટે ‘ફેડરેશન હોલ’ નું વાસ્તુ કર્મ કરવા ઉત્સાહપૂર્વક પધાર્યા હતા, તેમ વિદ્યાસાગર મહાશય પણ અત્યંત અસ્પષ્ટ દેહે ટગુમગુ થતા, હિન્દુ અબડાઓ