૧૫
ટ્રેઈનનો ડબ્બો
જીવનરૂપી ટ્રેઇનમાં મુસાફરી કરનાર પ્રત્યેક વ્યક્તિ પોતાની જ ટ્રેઇનનો ડબ્બો હોય છે. સૃષ્ટિનો પ્રત્યેક માનવી એકમેકના જોડાણ સાથે એક ટ્રેઇનની શૃંખલામાં નિયત ગતિમાં પ્રવાસ કરતો રહે છે. આપણી સુખ સગવડ માટે પ્રસ્થાપિત કરેલ ટ્રેઇન મુસાફરીના માળખા મુજબ સંસાર એક્સપ્રેસ પણ ત્રણ પ્રકારનાં રસ્તા પર દોડે છે. પ્રત્યેક વ્યક્તિ ત્રિસ્તરીય માર્ગ પર દોડતી ટ્રેઇનનાં કોઇને કોઇ તબક્કે મુસાફર બનતા હોય છે. કોઇવાર તેની ટ્રેઇન નેરોગેજ પર, કોઇવાર મીટરગેજ પર તો કોઈ જીવનની અવસ્થાએ બ્રોડગેજ પર ગતિ કરે છે. મહદ્અંશે નેરોગેજમાં દોડતી ટ્રેઇનનાં મુસાફરોનો આપણને સંગ થાય છે. વાસ્તવિક ટ્રેઇન મુસાફરીમાં આપણું સ્ટેશન નિશ્ચિત હોય છે, પરંતુ સંસારરૂપી ત્રિમાર્ગીય ટ્રેઇનનાં કોઇ મુસાફરનું સ્ટેશન કે ઉતારવાનો સમય નિશ્ચિત હોતો નથી.
મારા જીવન કાળના પ્રારંભથી નેરોગેજ ટ્રેઇનની મારી લાંબી મુસાફરીમાં મને અનેક સહપ્રવાસી સાથે પરિચય કેળવવાની મહામૂલી તક સાંપડી... ટ્રેઇનનાં ડબ્બામાં પ્રવાસીઓ સાથે થતો પરિચય તે સમય પૂરતો
પરિવાર જેવો બની જાય છે, પરંતુ તેનું સ્ટેશન આવતા તે મુસાફર અચાનક