સ્તરે કાર્યરત અધિકારીઓ, શાળા કૉલેજના વિદ્યાર્થીઓ, શિક્ષકો પ્રાધ્યાપકો વગેરેના વૈચારિક પરિવર્તન અને સંવેદના જગાડવાનો હતો. જેને ખૂબ સફળતા મળી. મહામહિમ રાજ્યપાલે પોતાના વક્તવ્યમાં પાઠવેલ નિમંત્રણ મુજબ શાળાના વિદ્યાર્થીઓ, કર્મચારીગણ સહિત રાજભવનની મુલાકાત અમોએ તા.૦૯-૦૭-૨૦૧પના રોજ લીધી. જે પણ ઇતિહાસના પાને સુવર્ણ અક્ષરે લખાય તેવી એક ઘટના હતી. કોઇ પ્રજ્ઞાચક્ષુ શાળાના વિદ્યાર્થીઓ, કર્મચારીઓને રાજભવનની મુલાકાતનું નિમંત્રણ સામેથી મળ્યું હોય તેવી રાજ્યની આ પ્રથમ ઘટના હતી. આ મુલાકાતમાં ૧૧૯ વિદ્યાર્થીઓ, ૨૬ કર્મચારીઓ અને ૦૬ ટ્રસ્ટીશ્રીઓ જોડાયા હતા. એટલું જ નહિ પ્રત્યેક વિદ્યાર્થીઓને રાજભવન તરફથી શુભેચ્છા ભેટ આપવામાં આવી હતી સંસ્થાના કાર્યકરને રાજભવન દ્વારા સત્કારવામાં પણ આવ્યા હતા. હું રાજ્યના શિખરે બિરાજમાન એવા રાજભવનના મોભી શ્રી ઓમ પ્રકાશ કોહલીને તેમની આ સંવેદના માટે વંદન કરું છું.