પૃષ્ઠ:JIVAN NO DHABKAR - MARI SMARAN YATRA BY LABHUBHAI T. SONANI.pdf/૧૩૬

આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

૧૮

દિવ્યાંગ

વિશાળ માનવ સમુદાય વચ્ચે કોઈ શારીરિક કે માનસિક અક્ષમતાના કારણે કોઇ પણ વ્યક્તિને તેની મર્યાદાઓના કારણે વિવશ કે અન્ય પર આધારિત જીવન જીવવા મજબૂર બનવું પડે તે સમગ્ર માનવ સમાજ માટે ચિંતા ને ચિંતનનો વિષય બને છે. આઝાદી પૂર્વથી વિકલાંગ માટે અનેક કલ્યાણકીય પ્રવૃત્તિઓ થતી આવી છે. પરંતુ આવા વર્ગના લોકો માટે આ તમામ પ્રવૃત્તિઓ કલ્યાણની ભાવનાઓથી વિશેષ આગળ વધી શકી નથી. વિકલાંગોને અપાતું શિક્ષણ તેના અધિકારની પ્રવૃત્તિ કરતાં તેના પ્રત્યેના અહોભાવની પ્રવૃત્તિ હોવાનું ઇતિહાસમાં વિશેષ નજરે પડે છે.

સર્વ પ્રથમ યુનાઈટેડ નેશન દ્વારા ૧૯૮૧નું આખું વર્ષ વિકલાંગ વર્ષ તરીકે ઉજવવામાં આવ્યું. જેના પરિણામે વિકલાંગો પ્રત્યે સમાજ અને દુનિયાના તમામ દેશોમાં જાગૃતિ આવી. અનેક વિશ્વ પરિષદોમાં વિકલાંગોનાં શિક્ષણ, રોજગાર અને પુનઃસ્થાપન માટે પરામર્શ યોજાઈ. તજજ્ઞો દ્વારા વિવિધ વિષય પર તલસ્પર્શી અભ્યાસ સાથે અનેક પેપર પ્રસ્તુત થયાં. વિશ્વના દેશો

વિકલાંગ બાળકોને પણ તમામ અસરકારક સેવાઓનો સમયસર લાભ મળે તે

[૧૩૫]