આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
મંત્રમુગ્ધ કરી રહ્યા છે. તેમની એક જ વર્ષમાં બે કથાઓનું આયોજન ભાવનગરમાં અનેક લોકોના સહયોગથી પાર પાડવામાં સફળતા મળી છે. એટલે જ આને મારી જિંદગીનો હું દિવ્ય દૃષ્ટિનો કલા દરબાર સમજું છું કારણ કે આંખોની દૃષ્ટિ ગુમાવ્યા પછી અનેક કલાઓને વિકસાવવાની તક મળી છે, અનેક લોકો વિવિધ ક્ષેત્રોમાં પોતાની કલાશકિતને કારણે જાણીતા બન્યા છે. આ એક વૈભવી દુનિયા છે, જેને માણવાનો મેં અનેરો આનંદ લીધો છે. મારી આ કલ્યાણ પથની યાત્રા હંમેશાં આગળ વધતી રહેશે. અહીં જે કોઇ પ્રસંગો રજૂ કર્યા છે તે માત્ર જીવનનો આસ્વાદ છે, ખરું જીવન તો પ્રવૃત્તિઓમાં છે, જે જીવનપર્યંત ચાલતી રહેવાની પગરવની આ દુનિયા વિસ્મય પમાડે તેવી છે. જેણે મેઘધનુષના રંગો માણી જીવનના મેઘધનુષી રંગો જાણ્યા છે અને અન્યના રંગોને વિકસાવ્યા છે કે સજાવ્યા છે.