પૃષ્ઠ:JIVAN NO DHABKAR - MARI SMARAN YATRA BY LABHUBHAI T. SONANI.pdf/૬

આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

ઋણ સ્વીકાર

જીવનની સુવાસ કે સુગંધને માનવ હૈયા સુધી પહોંચાડવા મુખમાંથી અસ્ખલિત નીકળતા શબ્દની જેના કરકમલે શબ્દની કાયારૂપ ચૂંટેલા અક્ષરો વડે દેહ અર્પણ કરવા પોતાની કલમ ચલાવી હસ્તપ્રત તૈયાર કરવામાં સહયોગ આપ્યો છે, તેવા બહેન શ્રી હિનાબહેન મહેતાનો અંતરથી આભાર માનતા ખુશી અનુભવું છું. પુસ્તક સ્વરૂપે છાપકામ, પ્રકાશન, ટાઈપ સેટિંગ, મુદ્રણ કાર્યોમાં જેમનો સતત સહકાર મળ્યો છે એવા મારા સ્નેહીમત્ર સુરેશભાઈ ત્રિવેદી, રત્ના પ્રિન્ટર્સ, જીવનના પ્રત્યેક ધબકારને ખભા સાથે ખભો મેળવી મારી એક એક પ્રવૃત્તિઓને જેમણે ટેકો આપ્યો છે એવા મારા જીવનસાથી નીલા અને દીકરી નિષ્ઠા તથા આ પુસ્તકની જોડણી, વિરામચિહો, ભાષા શુદ્ધિ કરનાર ભાષાવિદ્ શ્રી ઉમાકાંતભાઈ રાજ્યગુરુ અને શ્રી ઘનશ્યામભાઈ બારૈયા આચાર્ય શ્રી કૃષ્ણકુમારસિંહજી અંધ ઉદ્યોગ શાળા તેમજ ટાઈપ સેટિંગ કરનાર શિવભદ્રસિંહ ચૌહાણ અને સહાયભૂત બનનાર મોઈઝ ત્રવાડી, ગૌરાંગ મકવાણા તથા નીતિનભાઈ ભાવસાર ઉપરાંત નામી-અનામી સૌ કોઈ મદદ કરનારનો હાર્દિક આભાર માનું છું

લાભુભાઇ ટી. સોનાણી
 
૦૫