પૃષ્ઠ:JIVAN NO DHABKAR - MARI SMARAN YATRA BY LABHUBHAI T. SONANI.pdf/૯૪

આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

૧૩

યાદોનું વન

ન શબ્દ આપણા કાને પડતાં જ આપણે તેની સુંદરતા વિશે તથા તેની ઉપયોગિતા વિશે ઘણું બધું ઊંડાણથી જાણવા અને સમજવા વિચારોમાં ખોવાઇ જઈએ છીએ. આપણે દિવસે-દિવસે વનોનો વિનાશ કરી રહ્યાં છીએ તેના કારણે આપણે અનેક વિપરીત પરિણામોને કારણે વિકટ પરિસ્થિતિનો સામનો પણ કરી રહ્યાં છીએ, એવી જ રીતે આપણી યાદોના વનને પણ આજકાલ વિસ્મરી રહ્યાં છીએ. જેનાં પરિણામે જીવન સંઘર્ષમય, યાતનારૂપ અને કંટાળાજનક બન્યું છે. બાલ્યાવસ્થામાં પરિવાર અને મિત્રો તરફથી મને જે સ્નેહ સાંપડ્યો તેની ‘સ્મૃતિના વન’ વચ્ચે હું ઘણીવાર વિહરવાની તક ઝડપી લઉં છું. જૂની વાતો પરિચિતો સાથે વાગોળવાનું મને ખૂબ ગમે છે એટલે જ મને આ પુસ્તકમાં મારી કેટલીક યાદો કંડારવાનું મન થાય છે.

શાળામાં જ્યારે હું ભણતો હતો, દિવાળી કે ઉનાળુ વેકેશનમાં ઘરે જવાનું થાય ત્યારે મારા પિતાના સૌથી નાના બંધુ વીરજીકાકા તેમના દીકરાને મારા ઘરે મોકલી, મને તેમના ઘરે લઇ આવવા કહેતા. અમારા પરિવારમાં એકમાત્ર કાકાને તે વખતે મોટો બંગલો હતો. બંગલામાં અલગ-અલગ રૂમમાં

જુદી-જુદી સગવડો પણ હતી, કાકાએ અમારા માટે એક ઓરડો વાંચવા-લખવા

[૯૩]