આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

“– ને મારા બેટા એ તો કોણ જાણે ક્યાંથી છરો કાઢતાંકને ફાંદમાં પેસાડી વાળે છે– ખબર પણ ના પડે !”

ફાંદાળો ભીલ પોતાની ફાંદ સંભાળતો-સંભાળતો મનને પૂછે છે: ‘હે મનવા ! હું કઈ દુનિયામાં હીંડ્યો જાઉં છું ? હું તે લોકોને ક્યાં લગી કહ્યા કરું કે મારી ફાંસીની સજા તો નરાતાર જૂઠી હતી ! આવું જીવતર શા સારુ ? એ કરતાં પેલો અંજામ શું ખોટો હતો ?’

ફાંદાળો ભીલ નથી જાણતો કે આગગાડી એને લઈને ક્યાં જઈ રહી છે. એને એક ઝોલું આવી ગયું. ઊંઘમાં એને લાગ્યું કે અધરસ્તે જાણે સરકારનો નવો હુકમ આવ્યો છે એને ફાંસી દેવાનો, એટલે આખી આગગાડી પાછી જઈ રહી છે. સાથેનાં ઉતારુઓ પણ એની જોડે જાય છે, કેમ કે સરકાર ફાંદાળા ભીલને પ્રકટ ફાંસી આપવાની છે તેથી પ્રેક્ષકોની જરૂર પડી છે. ફાંદાળા ભીલની સામે જાણે પેલા ઉપદેશક દાદા આવીને ઊભા છે: ઉપદેશક દાદા એને સમજાવી રહેલ છે કે “ભાઈ ! આ એક ગીતા તું વેચાતી લઈ લે. તને એ નરકે તો બચાવશે.”

ફાંદાળો ભીલ કહે કે, “દાદા, મારી કને પૈસા નથી. મને જો વગર પૈસે આપો તો આવતે ભવ હું તમને વ્યાજ સુધ્ધાં વાળી દઈશ.”

“આવતા ભવના શા ભરોસા, ગમાર !” એટલું કહીને ઉપદેશક દાદા ચાલી નીકળે છે. જતાંજતાં એક ઓડકાર ખાય છે. પણ એ ઓડકાર અર્ધેથી અટકીને ખાટો ઘચરકો બની જાય છે. પોતાને ઘચરકા-વિકાર ન થઈ જાય તે માટે ઉપદેશક દાદા પાણી પીવા દોડે છે. ક્યાંય પાણી મળતું નથી. પછી એ ફાંસીખાનામાં ધસી જાય છે, સુબેદારને કહે છે કે “ભાઈ, જલદી ફાંદાળા ભીલને લટકાવી દો ને ! મારે જલદી પાણી પીવું છે. એ પાપીને ખાતર હું સંતરાં-મોસમ્બી જમીને ઝટઝટ આવી પહોંચ્યો તેથી તો મને ખાટો ઘચરકો આવ્યો.”

આવાં આવાં વિચિત્ર સ્વપ્નો બતાવતી નિદ્રા ફાંદાળા ભીલને એક બાજુ ઝોલાવે છે, એનું માથું નજીક બેઠેલી એક બાઈના ખોળામાં ઢળી


104
જેલ ઓફિસની બારી