રૂપિયો દેવો પડે સપાઈને, રે ભાઈ !
રૂપિયો દેવો પડે સપાઈને;
નથી દેતા તો ચામડાં ચિરાય રે – જેલનાં.
પંદર મીલેટના મેળાપ છે, રે ભાઈ !
પંદર મીલેટના મેળાપ છે;
ભૂંડી ! જાળવજે, રોઈ ના જવાય રે – જેલનાં.
રોશું તો પડશે મને ધોકલાં રે ભાઈ !
રોશું તો પડશે ધીંગાં ધોકલાં,
તારી નજરું સામે એ નૈ સહાય રે – જેલનાં.
મરિયમ નાની છે મારી દીકરી, રે ભાઈ !
મરિયમ નામે છે ડાહી દીકરી;
એને કે’જે જાળીને ન અડકાય રે – જેલનાં.
મરિયમની કૂણી કૂણી આંગળી, રે ભાઈ !
મરિયમની કૂણી કૂણી આંગળી;
એને ટેરવે અડું તો સજા થાય રે – જેલનાં.
મરિયમને દૂરથી બકા કરું, રે ભાઈ !
મરિયમને દૂરથી બકા કરું,
તો તો જેલર ખારો થઈ ખિજાય રે – જેલનાં.
પૂછીશ ના સુખદુઃખની વાતડી, રે ભાઈ !
પૂછીશ ના ભીતરની વાતડી;
મારાં માફી તણાં દનૈયાં કપાય રે – જેલનાં.
બરધિયાને કાંધ હવે કેમ છે, રે ભાઈ !
(મારા) બરધિયાને કાંધ હવે કેમ છે ?
રે’તા ભૂખ્યા કે રાતના ધરાય રે – જેલનાં.
પૃષ્ઠ:Jail-Officeni.pdf/૮
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
[8]