આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૧૦૦
જયા-જયન્ત
- બોલ, કોયલ ! બોલ,
- ને ટહુક જીવનનો ટહુકાર.
- દે એ ભેદનો ઉત્તર.
- કોયલડી હો ! પધારો ઉછંગે તો
- રસની માંડું એક વાતલડી રે;
- આવ્યાં ત્ય્હારે નહીં આદર દીધલાં,
- જાતાં દાઝે કેમ છાતલડી રે !
- કોયલડી હો !
- કોયલડી હો ! પધારો ઉછંગે તો
- થાક્યો દેહ ને થાક્યો આત્મા.
- ન્હોતાં નિરખ્યાં નયને,
- કે કલ્પ્યાં કદી કલ્પનાએ
- આવાં અઘોર વન કે જન.
- દાનવે દેવ જેવા આને પડછે તો.
- એક એક કૃત્ય જોઉં છું એનું,
- કે કપાય છે કળીએ કળીએ મ્હારો પ્રાણ.
- મયૂરનો કંઠ ઝાલ્યો, ને
- ખેંચી લીધાં પીછાં મુગટ કરવા.
- કોયલ ટહુકી કે વીંધી બાણે.
- જેટલી દેહની છે શ્યામતા,
- તેટલો દિલમાં છે અન્ધકાર.