પૃષ્ઠ:Jaya-Jayant-Nahanalal Dalpatram Kavi.pdf/૧૨

આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૧૨
જયા-જયન્ત
 


ફૂટે છે નયન-નયનમાંથી,
ને અભિષેકશે અમરોના અતિથિને.

બીજી સાહેલી : મૂવા દૈત્યો તે કેમ જીત્યા જાય ?

જયા : ત્‍હારા અન્ધારદેશમાં અઘરૂં હશે;

અમ તેજવાસીઓને વિકટ નથી
દૈત્યોનં દળને જીતવાં.
એક ડાળીએ જેટલાં પાંદડાં પ્રગટે,
પ્રગટે છે એટલાં લક્ષ્યવેધી બાણ
અમારા એક અસ્ત્રમાંથી.

નૃત્યદાસી : એક આંખડલીમાંથી જેટલાં કિરણ ભભૂકે,

ભભૂકે છે એટલાં શર
યમદંડ સમા એક ધનુષ્યમાંથી.

પહેલી સાહેલી : જયાબા ! સહુ જીતાય,

પણ મન જીતાતું હશે ?


આઘેથી દુંદુભીનો જયનાદ.


જયા: વાયુ બાંધવો ને મન જીતવું સરખાં;

પણ યોગીજનોને ઉભય સુલભ.
જૂવો પેલી, યજ્ઞના કુંડ સમોવડી,
હિમાદ્રિના શિખરશિખરમાંની યોગગુફાઓ.
धर्मस्य सत्वं निहितं गुहायाम्
ત્ય્હાં લખેલા છે એના જયમન્ત્ર.