પૃષ્ઠ:Jaya-Jayant-Nahanalal Dalpatram Kavi.pdf/૧૨૫

આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૧૨૫
જયા-જયન્ત
 


શોધો વિશ્વના છૂપા ભેદ:
ઉઘાડો હળવે હાથે હૈયાં
પરમ ભંડારી પ્રકૃતિ માતાનાં
ને પીઓ તેની અમૃતધારાઓ
અનેકસર ને અક્ષયઝરણી
બ્રહ્માંડ સકલ બ્રાહ્મણ કાજે છે;
ને બ્રહ્મવતી તે સર્વ બ્રાહ્મણ.
ધાવ્યાથી ધાવણ નહીં ખૂટે.
પણ કોતરી રાખજો
હૈયાની કોર ઉપર,
સુખ તે કલ્યાણ નથી સદા.
(એક બ્રહ્મચારી આગળ આવી નમસ્કાર કરીને)

એકબ્રહ્મચારી :

नाहं जानामि केयूरं,
नाहं जानामि कुंडलम ;
नूपुरुं चैव जानामि,
नितं पादाभिवन्दनात्।
પિતા ! એ શ્લોકનું ભાષ્ય-

જયન્ત : પિતૃઆજ્ઞાપાલક વીરપુત્ર રાઘવ,

રાજ્યત્યાગી માતૃત્યાગી ભરત જોગી,
સતિકુલતિલક પરમ સાધ્વી સીતાજી,
ભક્તશિરોમણી નૈષ્ઠિક બ્રહ્મચારી હનુમાન:
એ સઘળું સ્હમજાય, કુમાર !
તો સરલ છે સ્હમજવો
લક્ષ્મણજીનો એ ભીષ્મ જીવનયોગ.