પૃષ્ઠ:Jaya-Jayant-Nahanalal Dalpatram Kavi.pdf/૧૩૨

આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૧૩૨
જયા-જયન્ત
 


ગિરિદેશ ! ત્હમારી રાજકુમારી;
રાજપિતા ! ત્હમારા કિરીટની કલગી;
રાજમાતા ! ત્હમારા હૈયાની સ્નેહકલા;
નિરખો આ નીરની પથારીમાંથી ઉઠતી.
હિમાદ્રિમાં પૂર્ણિમા પ્રકાશતી,
ને શિખરશિખરમાંથી તેજપ્રવાહ,
દેવનયનોનાં અમૃતપૂર સમાં, ભભૂકતા;
જયા ! ત્ય્હારે ત્હારી યે પૂર્ણિમા ખીલતી,
અંગાંગનાં શિખરમુખમાંથી
આત્માના અમીધોધ ઉછળતા
(નિશ્વાસ મૂકે છે)
ગયું, સહુ ગયું તે.
માત્ર સ્મરણો જ રહ્યાં
ભૂતકાલનાં ભોગવેલાં સ્વપ્નાંઓનાં
(સ્વસ્થ ચિત્તે)
સિધાવો, સિધાવો , રતિનાથ !
આ ગુફા તો યોગીઓની છે.
(જયન્તના માતાપિતા પિતૃલોકમાંથી બ્રહ્મલોકમાં જતાં જતાં ઘડી થંભે છે, પુત્ર ઉપર પુષ્પવૃષ્ટિ કરે છે. જયા જરા હલે છે.)

પિતા  : દેવી, पुत्रात शिष्यात् पराजयः

આપણો મોક્ષ આજે થયો.

માતા  : આર્ય ! પુત્ર એટલે પ્રગતિ;

અધૂરો મૂક્યે હોય