આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૧૩૪
જયા-જયન્ત
☘
તીર્થગોર : જન્મારો તીર્થમાં ગાળ્યો,
- પણ આજ જાણ્યું તીર્થ એટલે શું.
- પગ મૂકતાં જ રૂઝાય છે
- પગમાંના ઊંડા ઊંડા ઘાવ.
- નથી ઓછાં વીતાડ્યાં
- મ્હારે ય માથે સાધુઓએ.
- ચાર દિનમાં તો ચાર ભવ થયા.
- ગોખરૂની શય્યામાં સૂવાડ્યો,
- ઝાડથી ઉંધે મસ્તકે લટકાવ્યો,
- ચિતાની જ્વાલા સોંસરો ચલાવ્યો,
- તપ્તલોહની સ્ત્રીમૂર્તિઓને ભેટાડ્યો;
- સર્પની કાંચળીની પેઠે
- ઉતારી આખી યે મ્હારી ખોળ.
- મ્હેં યે મણા ન્હોતી રાખી.
- રાવણે તો એક સીતા હરી હતી.
- હરિ ! હરિ ! પ્રભો ! પ્રભો !