આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૨૬
જયા-જયન્ત
- ઉત્તર આપો, ઓ ગેબના ગુંબજ !
- જીંદગી એટલે શ્રેય કે પ્રેય?
(વળી વિચારમાં પડે છે.)
- તે દિવસે હિમગંગા ઉતરી.
- દેવગિરિનું શિખર ડોલ્યું.
- ગગનના સ્તંભ સમોવડ
- દેવદારુના વૃક્ષરાજ પાડ્યાં ઉખાડ્યાં;
- વનેવન ખીણેખીણ ને ગુફાગુફામાં,
- મેઘદુંદુભીના મહાશબ્દ સરિખડી
- ધ્વનિ અને પ્રતિધ્વનિની ગર્જન પરંપરા
- ગજાવી જગતને જગાડ્યું.
- અમૃતના હાથે ઉગારી લીધી કુમારે
- એ વમળધોધના મૃત્યુમુખમાંથી મ્હને.
- જગત્વાસીનું જીવન એટલે
- હિમગંગાના મહાપટમાં રમવું
(વળી વિચારે છે.)
- દેવર્ષિજીએ દાખવ્યું છે કે
- સાધુઓને તો શ્રેય તે પ્રેય,
- ને પ્રેય તે જ પરમ શ્રેય:
- પુણ્ય તે જ નિત્યસુખ,