પૃષ્ઠ:Jaya-Jayant-Nahanalal Dalpatram Kavi.pdf/૨૮

આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૨૮
જયા-જયન્ત
 


ને આશાનાં અવલમ્બન,
એ તે કિયા ભવનાં આળપંપાળ?

જયા : કોણ છે એ ? ચોકમાં ? નૃત્યદાસી ?

દાસી જ છે રાજકુમારીના વેશમાં.
ભૂલે છે, સ્વપ્નામાં બોલે છે તું.
માયાવી છે એ વચનો,
ત્હારાં વસ્ત્રો જેવા જૂઠડાં.

(ચોકમાં ઉતરે છે.)

નૃત્યદાસી : સ્હવાર બપોર ને સ્હાંજ

પ્રકાશ પ્રગટે, ને પીવાય નહીં !
આ રંગરંગીલા રણવાસ !
શા વૈભવ ને શા વિલાસ !
યૌવન ને સૌંદર્યનો સાગરસંગમ;
મંહી ઉડે છે - અપ્સરાઓ સમોવડાં-
યુવતિઓનાં ચન્દનહોડલાં.
શા ઝંઝાનિલ વાય છે ઉદ્દીપનના !
ઈન્દ્રચાપની ચૂંટી છે રસકલગી સહુએ.
શી ભરતીઓ ઉછળે છે અભિલાશની ?

(જોગીરાજનો અંચળો ઓઢેલ જયા કુમારી ચોકમાં પધારે છે.)