આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૩૦
જયા-જયન્ત
- અજબ પ્રકાશવન્તાં પ્રભુના પ્રભાત,
- ત્હેમને અન્ધકાર જીતવા અધરા નથી.
નૃત્યદાસી : હિમગંગા પડી તે રાત્રીએ
- યોગીન્દ્રને દીક્ષાભ્રષ્ટ કીધા.-
જયા : તું દીનભાગી જ છે, દાસી !
- યોગાશ્રમ યોગ કાજે છે ?
- કે અપ્સરાઓ નચાવવાને ?
- અ રે રે! કેટકેટલા યોગીઓને ઉથાપ્યા
- યોગીઓની એ યોગસિદ્ધિઓએ?
નૃત્યદાસી : સ્વર્ગમાં ક્ય્હાં નથી નાચતી
- એ અપ્સરાઓ જે?
જયા : ત્હારા સ્વર્ગ કરતાં યે ઉન્ન્ત છે
- ગિરિદેશના આમ યોગાશ્રમો.
- બ્રહ્માધામનાં આ તો છે બારણાં.
- દાસી ! તું શું લેઈશ ?
- સુખ કે શાન્તિ ?
નૃત્યદાસી : સુખ, જયબા !
જયા : શાન્તિ દાસી ! ભૂલી
- શું લેઈશ ! આત્મા કે દેહ ?
નૃત્યદાસી : દેહ, જયાબા !
જયા : આત્મા, દાસી ! ભૂલી.
- દેહ નશ્વર છે, આત્મા અમ્મર છે.