આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૪૬
જયા-જયન્ત
- કંદર્પનો જ અવતાર !
- પ્રાણમાં પૂર ચ્હડે છે
- નિરખી નિરખીને એમને તો.
કાશીરાજ : પદ્મને હિન્ડોલે હીંચતાં
- જગલક્ષ્મી છો, કુમારિકે !
- આશીર્વાદ દેશો અતિથિ ?
શેવતી : મુગટ ભાખે છે ત્હમને રાજવી.
કાશીરાજ : એ મુગટ પહેરશો ?
- રસયોગીન્દ્ર દુષ્યન્તરાજે
- પ્હેરાવ્યો હતો સૌન્દર્યદેવી શકુન્તલાને.
શેવતી : દિલને દિલ અડકે, રાજેન્દ્ર !
- તો દીપક પ્રગટાવે અજબ જ્યોતના.
- દીઠા ત્ય્હારથી દૃષ્ટિએ વધાવ્યા,
- પ્રીછ્યા ત્ય્હારથી પ્રાણથી પોંખ્યા છે.
- મુગટધારી ઓ મહેમાન !
- માગો છો એવું આપજો.
કાશીરાજ : હૈયાં હિન્ડોળે ચ્હડ્યાં;
- ને એ હેંચકો યે છે
- અખંડ ડોલનો.
શેવતી : વગાડો ત્હમારી વેણુ,
- ને જગાડો જીવનનો મન્ત્ર