પૃષ્ઠ:Jaya-Jayant-Nahanalal Dalpatram Kavi.pdf/૫૩

આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૫૩
જયા-જયન્ત
 


દેવર્ષિ ! સૃષ્ટિનો સુન્દર મહેલ છે,
એ મહેલનો હું ફૂલબાગ છું;
નવરંગ ફૂલડે શોભતો,
અજબ વાસનાઓ ફોરતો.
મ્હારૂં નામ 'છે'
(અન્તર્ધાન થાય છે.)

દેવર્ષિ: ઉઘડો, ઓ આભના પડદાઓ !

યોગીના આદેશ છે,
પાઠવો અદ્ભુત યોગી ભવિષ્યને
(આકાશમાંથી ભવિષ્યકાલ ઉતરે છે)

ભવિષ્ય : યોગીરાજ ! આદેશ.

દેવર્ષિ : બચ્ચા ! શું કરીશ જગતનું ?

ભવિષ્ય : યોગીરાજ ! આદર્શમૂર્તિ છું,

માનવી ને દેવની યે આશા છું,
બ્રહ્માંડની હું કવિતા છું,
પરબ્રહ્મની પ્રસન્નતા છું.
ઊર્ધ્વ દૃષ્ટિ છું, યોગીન્દ્ર !
સહુનું મહાઆકર્ષણ,
સૃજને શિખરે સૂર્ય સમો વિરાજી
પાઠવું છું કિરનોના દોર
માનવીને ઝાલી ઉંચે ચ્હડવાને કાજ.