પૃષ્ઠ:Jaya-Jayant-Nahanalal Dalpatram Kavi.pdf/૫૫

આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૫૫
જયા-જયન્ત
 


વહે છે સદા તે વાડીઓમાં થઈ.
ઉભા છે આરે આરે
તીર્થ તપસ્વીઓ, ને ઋષ્યાશ્રમો
ઉદ્ધારે છે બ્રહ્માંડવાસીઓને,
અને મૂકે છે લઈ જઈ
ભવિષ્યના બ્રહ્મસાગરમાં
જગત એટલે ઉન્નતિક્રમ,
બ્રહ્મધામનાં અમૃતપગથિયાં.
જગત અસત્યે નથી,
જગત અનીશ્વરે નથી.
असत्यमप्रतिष्ठं ते जगदाहुरनीश्वरम्
ગીતા ભાખે છે એને અસુરવાણી
દેવસંઘને દુનિયા સત્ય જ છે.
ब्रह्म सत्यं जगत्सत्यं जीवोब्रह्म सुहृद्द्धयम्
ગંગા ! ઓ કાલગંગા !
બ્રહ્માંડના ભાગ્યની ઓ ભાગીરથી !
દિશાકાલની ગંગાયમુનાનો જય !
બ્રહ્મ ને બ્રહ્માંડનો જય !
દેવર્ષિ ગવરાવે છે ને સૃષ્ટિના સત્વો બ્રહ્મસંગીત ગાય છે.

સત્ત્વો: અહો ! ધન્ય ધન્ય ! હો !

બ્રહ્માંડ કહે છે કે બ્રહ્મ છે;