પૃષ્ઠ:Jaya-Jayant-Nahanalal Dalpatram Kavi.pdf/૬૦

આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૬૦
જયા-જયન્ત
 


નીચે પડશે અવની ખોળે?
ગંગા ઢળી, ને ધૂળે રગદોળાઈ.
જગતના મુગટ સમોવડા
હિમાદ્રિના સનાતન શિખરે ચ્હડશે,
પણ નહિ ઉતરે અવનીની અવનતિઓમાં
જાવ સહુ વસન્તચોકમાંથી
દાસીઓ જાય છે.
છેતરી-માતાએ મ્હને છેતરી.
પોતાના કંઈક શણગાર તોડી પીંખી નાંખે છે.
માતા ! માતા થઈ છેતરી મ્હને ?
પુત્રીઓ ક્યહાં શોધશે દિલના દિલાસા ?
જાવ, ભસ્મ થાવ,
વસન્તચોકના શણગાર!
(વસન્તચોકના શણગાર વીંખી પીંખી નાંખી દે છે.)
સ્હવારે પૂછ્યું, શું છે?
તો કહે, વસન્તનો છે ઉત્સવ.
બપ્પોરે પૂછ્યું, શું છે?
તો કહે, વિધાત્રીની છે પૂજા,
તે આવજે સજીને સોળે શણગાર.
છેતરી-માતાએ છેતરી પુત્રીને.