પૃષ્ઠ:Jaya-Jayant-Nahanalal Dalpatram Kavi.pdf/૭૨

આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૭૨
જયા-જયન્ત
 


આજ નહીં, એક માસમાં;
લઈશ હું ગિરિરાજ પાસેથી
રાજક્ન્યા કે રાજપાટ.

રાજરાણી : ભલે, માસ વીત્યે લેજો.

થશું અમે યે તીર્થવાસી
પુત્રીની પાછળ પુણ્ય શોધતાં.

કાશીરાજ : સુણજો, ઓ આકાશના દેવ

સુણજો, ઓ રાજપિતૃઓ!
કાશીરાજની આ રાજપતિજ્ઞા
બ્રહ્મચર્ય વ્રત ધારે તો ભલે,
પણ વરવા નહીં દઉં અવરને
એ ગિરિદેશની રાજકુમારિકા.