આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૮૩
જયા-જયન્ત
પારધી : શોધ્યું વગડા વગડામાં;
- ન લાધ્યું મ્હારૂં હરણિયું.
- જાણે કોઇ અપ્સરા ઉતરી'તી
- વનની વેલોમાં રમવા.
- શો રૂપરૂપનો ભંડાર !
- જાણે ચંદરમા ચાલ્યો ધરતી ઉપર.
- દીવાઓએ દોરી હશે અહીં;
- ચાલ જોઉં મન્દિરમાં.
- એ જ, એ જ જોબનની ઝાળ.
- આચારજ ! ચેતજે, ન ઉતરતો આડો;
- મ્હારૂં તીર છે જમનું ઘડેલું.
આચાર્ય : રસનાં પખવાડિયાં પાળિયે છીએ.
- રોજ રોજ ઉગે છે
- રસચન્દ્રની અવનવી કલા
- અમારા જીવનની આભમાં.
- ખેલશું આજના ઉત્સવમાં આપણે ?
દેવી : કુમારીએ નથી પીધી
- આપણી મદિરા હજી.
- પાઇયે એના બે ઘૂંટ