આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૮૫
જયા-જયન્ત
પારધી : સુન્દરી ! ચાલો મ્હારી ગુફામાં.
- યોજનભરનાં વન વસ્યાં છે,
- એ વનમાં હું વસું છું;
- વનનો જાણે વાઘ.
- ત્ય્હાં વસીશું આપણે
- વનનાં વાઘ અને વાઘણ.
જયા : તણખામાંથી ભડકામાં.
- ક્ય્હાં દોડીશ ! કેટલું દોડીશ ?
- ગિરિશિખરો કૂદતી છલંગે,
- વનની ઘટાઓ વીંધાશે મુજથી ?
પારધી : વાઘણે તો નથી વીંધ્યો
- વનનાં ઝુંડનો મારો કિલ્લો.
દેવી : હાશ, રોગમાંથી મોતમાં.
- થતી હતી દેવની ડાહિલી.
- બચજે એ વરૂના પંજામાંથી.
- દેવીની દાસી કરશે એ;
- બની હું તો અહીં
- દાસીની દેવી. -
- હવે સુરા કોને પાઉં ?
- આચાર્યનો તો અસ્ત થયો.