આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૯૭
જયા-જયન્ત
- સુણશો ? મંહી બોલે છે
- ધીરો-ધીરો-જલરવધીરો
- આત્માની વેણુનો બોલ.
કાશીરાજ : પ્રારબ્ધનું પ્રગટ્યું નથી
- હજી પ્રભાત, જગત્શોભને !
- મ્હારા રાજઘુમ્મટો ઉપર
- ઉગી નથી હજી ઉષા
- આનન્દની લહરે લહરાતી.
શેવતી : રાજેન્દ્ર ! હું ત્હમારી ઉષા.
કાશીરાજ : ત્હમે તો મ્હારાં બંસી.
શેવતી : ને ત્હમે મ્હારા બંસીધર
- રાજવી ! ઓ સ્નેહરાજવી !
- ઓ રસના રઢિયાળા રાજવી !
- બોલો ત્ય્હારે, બંસીઓ લઇએ-દઇયે.
- ત્હમારે મુખડે હું,
- ને મ્હારે મુખડે ત્હમે
- બિરાજો, ને બોલો.
કાશીરાજ : પરસ્પર પ્રેમ લીધો-દીધો, તેમ.
- મ્હારી આત્મવેણુ ત્હમે લ્યો,
- ત્હમારી આત્મવેણુ હું લઉં.
- હવે –