પૃષ્ઠ:Jayabhikkhu, vyaktitva ane vāṇmaya.pdf/૧૦૮

આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
નવલકથા : વૈવિધ્ય અને વૈશિષ્ટ્ય
૯૩
 

તપાસીએ તો અન્ય નવલોની જેમ અહીં પણ ઉપમાપ્રિય જયભિખ્ખુની ઉપમાવલિનાં આવાં રૂપો જોવા મળે છે. આકાશના સિતારા જેવા ફૂલ (પૃ. ૮), કેસરિયા અસવારોના ઘોડાના ફીણભર્યા મુખ જેવાં મોજાં (પૃ. ૨૯), આર્યાવર્તની રંડાયેલી રજપૂતાઈના અવશેષ અને ખંડેર સમી રૂપસ્વામીની ચિંતામણિ (પૃ. ૩૭), સાચના સ્વસ્તિક જેવા શબ્દો, (પૃ. ૪૪), રણવાદ્ય જેના ખાનખાના (પૃ. ૧૬૯), સરિતા જેવી સુકોમળ સ્ત્રી (પૃ. ૧૭૫), અગનફૂલ જેવી વાણી (પૃ. ૧૯૩), સાપનાં જેવાં સગાં (પૃ. ૧૯૩), સૂર્યપ્રકાશમાં નર્તતા નીલ સમુંદર જેવી આંખો (પૃ. ૨૮૨), સમુદ્રની લહેર જેવો માણસ (પૃ. ૩૨૭), ભર્યા વાળ જેવું ઘટાટોપ વાતાવરણ (પૃ. ૩૨૮), ક્યારેક વર્ણનોમાં શૈલી આવી કાવ્યાત્મક અને કલ્પનાયુક્ત પણ બને છે જેમ કે વીજળી આભ-ધરતીનાં ઓવારણાં લેતી હતી (પૃ. ૨૩), સ્કંધ પરનું પીતરંગી ઉત્તરીય મેઘ પર સવારી કરીને આવતા દેવતા જેવું લાગતું હતું (પૃ. ૨૫), વાદળ હૈયાફાટ વરસી પડ્યું, ને ગર્જનાએ સતીના અંતરદાહ પર વાજિંત્ર વગાડ્યાં (પૃ. ૨૬), કેસરિયા અસવારોના ઘોડાના ફીણભર્યા મુખ જેવાં મોજાં, શેષનાગની જિહ્‌વા જેવા લપકારા લેતાં આગળ ધસતાં હતાં (પૃ. ૨૯), એક સ્થળે ચિંતામણિનું રૂપવર્ણન લેખકની સૂક્ષ્મ અવલોકનશક્તિ અને સૌંદર્યદૃષ્ટિની પણ પ્રતીતિ કરાવે છે; જેમ કે ‘ચિંતામણિના નાના શા અધર અમૃતરસનું ઝરણ બની વહી રહ્યા હતા; ગૌર ગાલ સુંદર ફૂલગુલાબી ટેકરીઓ બની રહ્યા હતા. ભાલનો ચંદ્ર પૂર્ણિમાનો ચંદ્ર બની ભ્રૂભંગની અટવીમાં અટવાતા આ પુરુષને માર્ગદર્શન આપી રહ્યો હતો.’ ટૂંકા ટૂંકા વાક્યો ક્યારેક અનોખી દૃશ્યાવલી ખડી કરી ગદ્યશૈલીનો એક નમણો મિજાજ પણ ક્યાંક ઉપસાવે છે. જેમ કે ‘’વીરસિંહ કોનું નામ ? કહે છે કે, એક રાતે હવાની પાંખ પર આવ્યો, સિતારા સહાયે તંબૂમાં ઘૂસ્યો ને નિરાંતની નીંદ માણતા મીરસાહેબનું મસ્તક ધડથી જુદું કરી ગયો, ને વળી હવામાં કપૂર જેમ અલોપ થઈ જાય એમ અલોપ થઈ ગયો.’ (પૃ. ૮૬), ક્યારેક કહેવતોનો ઉપયોગ કરીને જયભિખ્ખુ કથનની સચોટતાને દૃઢાવે છે જેમ કે ‘આ ખર્ચ તો તમારે સોપારીના કકડા જેવું. એ તો કુંજરના મુખમાંથી દાણો ગરે ને કીડીઓ ઘેર જમણ થાય’ (પૃ. ૭૫), ‘ગરીબોની કંઈ