પૃષ્ઠ:Jayabhikkhu, vyaktitva ane vāṇmaya.pdf/૧૬૩

આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૪૮
જયભિખ્ખુ : વ્યક્તિત્ત્વ અને વાઙમય
 


પવન પર ચઢીને જતા તણખાની જેમ એ નગરના મધ્યચોકમાં પહોંચ્યો, આ દૃષ્ટાંત (પૃ. ૮૯)

રોઈ રોઈને રાતા કરેલાં પ્રિયાનાં નયન સમો સૂર્ય અસ્તાચળ પાછળ હડસેલાતો હતો - ઉપમા (પૃ. ૧૩૩)

પ્રભાતના સૂરજ સમુ લલાટ - ઉપમા (પૃ. ૧૩૪)

વદન પર ક્ષુધાની હજારો જોગણીઓ હીંચ લઈ રહી હતી. - રૂપક (પૃ. ૧૩૭)

મૂઠી બાકળામાં તો મેં લંકા લૂંટી. (પૃ. ૧૪૨)

મહાન તપસ્વી પાછા ક્યાંયના ક્યાંય શરદના મેઘની જેમ અદૃશ્ય થયા છતાં. - દૃષ્ટાંત (પૃ. ૧૪૩)

ઝંઝાવાતમાં ડગમગ થતા મનરૂપી તરુને જાણે વિશ્વાસના વાયુ સ્પર્શતા હતા. (પૃ. ૧૭૬)

વગેરેમાંથી અલંકારસૃષ્ટિ, કલ્પના કૃતિને યથાશક્ય રમણીય બનાવે છે. અને શૈલી જ્યાં સંયત રહે છે ત્યાં સરસ ઘાટ પામે છે.

ભારતની ભવ્ય ત્યાગપ્રધાન સંસ્કૃતિનું એક સુંદર ચિત્ર વર્તમાનકાળે દર્શાવી લેખક આજે પણ જન્મજાત ઊંચનીચના ભેદભાવમાં રચ્યાપચ્યા રહેતા ભારતીય સમાજને ‘માણસ જન્મથી નહીં કર્મથી ઊંચો છે’ એ સંદેશ કલાત્મક ઢબે આ નવલકથા દ્વારા આપે છે. કવિતાની કક્ષાએ પહોંચતા રંગદર્શી આલેખનથી યુક્ત આ નવલકથા ભાવકચિત્ત ઉપર એક રમણીય અને આહ્‌લાદક આનંદની અનુભૂતિ ચિરંજીવ બનાવે છે.

શત્રુ કે અજાતશત્રુ :

‘નરકેસરી’ના અનુસંધાનમાં આગળ વધતી તથા ઈ. સ. પૂર્વે છઠ્ઠી સદીના પ્રજાતંત્ર અને રાજ્યતંત્ર વચ્ચેના સંઘર્ષને નિરૂપતી આ નવલકથા શ્રી જયભિખ્ખુની ઐતિહાસિક નવલોમાં આગવી ભાત પાડે છે. ભારતમાં એ સમયે મુખ્યત્વે બે પ્રકારની રાજ-શાસનપદ્ધતિઓ પ્રચલિત હતી. એક તે