પૃષ્ઠ:Jayabhikkhu, vyaktitva ane vāṇmaya.pdf/૧૮૪

આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
નવલકથા : વૈવિધ્ય અને વૈશિષ્ટ્ય
૧૬૯
 

એમાં નથી કેન્દ્રસ્થાને નેમનાથ, નથી કૃષ્ણ-બલરામ કે નથી પાંડવો. અહીં તો કેન્દ્રસ્થાને છે સતત યુદ્ધ તરફ ઇચ્છાએ કે અનિચ્છાએ ધકેલાતો જતો માનવસમાજ. એ સમાજની શારીરિક-માનસિક બેહાલી અને યુદ્ધનો નફો નવલકથાન્ત લેખકે વર્ણવ્યો છે.

ભારતના ઇતિહાસમાં યાદવકુળ દેવકુળ તરીકે જાણીતું છે. એનો ઇતિહાસ ભવ્યતાથી ભરેલો છે. આ યાદવકુળ જે સમયે નેતા વગર નિષ્પ્રાણ હતું, મગધના રાજા જરાસંઘ, મથુરાના કંસ અને ચેદિના શિશુપાલની ત્રિપુટીએ સમાજ ઉપર કાળો કેર વર્તાવવા માંડ્યો હતો, પર્વત, પાણી અને પશુ એમ ત્રણ જે પ્રજાની સમૃદ્ધિ હતાં એની તરફ જ સત્તાના ડોળ્યા ઘૂમ્યા કરતા હતા, આતતાયીઓની સેનાઓ નિર્ભિક બનીને પ્રદેશોને ઉજ્જડ કરતી હતી, શિકાર શોખીન ટોળાઓ ગરીબ ખેડૂતની કાળી મહેનતને પોતાના ક્ષણિક આનંદ માટે બરબાદ કરતી હતી, મદિરા, મૃગયા અને માનુની મોટાઈના અનિવાર્ય શોખ બન્યા હતા, સ્વાવલંબન જેવી કોઈ વસ્તુ રહી નહોતી, સ્વમાનની કોઈ કિંમત ન હતી, સંસારને જે વધુ પીડી શકે એ વધુ મહાન લેખાય એવી માન્યતા હતી, જુલમગારોના જુલમથી પૃથ્વીએ ત્રાહિમામ પોકર્યું હતું, એ વખતે ક્રાંતિનો પહેલો તણખો ગોકુળમાંથી ઝગ્યો. શ્રીકૃષ્ણ અને એની ગોપસેનાએ કંસને મથુરામાં શાનથી હણ્યો પણ એ પછી તો કંસના સસરા જરાસંઘનું જોખમ યાદવો ઉપર સતત ભારણ બનીને તોળાયું. ઉદાર નેતા, મહાન ચિંતક અને ત્યાગમૂર્તિ સમા કૃષ્ણ, નેમ અને બલરામે જરાસંઘના જોખમમાંથી બચવા અંધક અને વૃષ્ણિ યાદવોને મથુરા - ગોકુલમાંથી હિજરત કરી અન્ય સ્થળે વસવાની પ્રેરણા આપી અને તેઓ આનર્તપ્રદેશ એટલે કે આજના સૌરાષ્ટ્રમાં આવી વસ્યા. ત્યાં દ્વારકા નગરીને સમૃદ્ધ બનાવી.

એ સમયે હસ્તિનાપુરમાં કૌરવ વંશની એક મોટી શાખા રાજ કરતી હતી. ધૃતરાષ્ટ્ર અને પાંડુ ત્યાંના રાજા હતા. બંને એક મગની બે ફાડ જેવા હોવા છતાં પાંડવોને એમના હક્કની જમીન આપવાની દુર્યોધને ના પાડી. પોતાનો ભાગ જોઈતો હોય તો યુદ્ધ દ્વારા જ મળી શકે એ સૂચવ્યું. કૌરવ- પાંડવ વચ્ચે યુદ્ધ ના જન્મે એ માટે બલરામની સૂચનાથી ભગવાન શ્રીકૃષ્ણ