પૃષ્ઠ:Jayabhikkhu, vyaktitva ane vāṇmaya.pdf/૧૯૫

આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૮૦
જયભિખ્ખુ : વ્યક્તિત્ત્વ અને વાઙમય
 

૧), દરિયાનાં નીલજળ જેવાં નયન (પૃ. ૫૧, ભા. ૧), પ્રેરણાની પરબ જેવા હોઠ (પૃ. ૧૩૬, ભા. ૧) જરાસંઘની આજ્ઞાંકિત પત્ની જેવા રાજાઓ (પૃ. ૧૬૩, ભા. ૧), ઢોલ જેવી દુનિયા.. જેટલી મોટી પોલ એટલો અવાજ વધુ (પૃ. ૧૭૨, ભા. ૧), ચંદનની ડાળ જેવી નાજુક નારીઓ (પૃ. ૧૯૫, ભા. ૧), મીણના પિંડા જેવી ફિલસૂફી (પૃ. ૨૬૬, ભા. ૧), નીલગગન જેવી રાજ્યશ્રીની કીકી (પૃ. ૧૩૪, ભા. ૨), નારીયેળીના વૃક્ષ પર રહેલા મધપુડા જેવી સત્યા (પૃ. ૨૩૫, ભા. ૨) ઝીણી સેંથા જેવી પગથિયાની કેડી (પૃ. ૩૯૭, ભા. ૨), પ્રબળ લાગણીઓની અગ્નિશિખા જેવી રાજ્યશ્રી (પૃ. ૪૪૬, ભા. ૨) જીવંત મોક્ષ સમો રથનેમિ (પૃ. ૪૬૪, ભા. ૨), દેવપ્રતિમા જેવું નિર્દોષ મોં (પૃ. ૪૭૪, ભા. ૨) પૃથ્વીમાતાના સ્તન જેવી નગરી (પૃ. ૪૯૪, ભા. ૨) નકલંક મોતી સમા ભીષ્મ (પૃ. ૪૯૮, ભા. ૨), કલિયુગના મો સમો ધૃષ્ટદ્યુમ્ન (પૃ. ૪૯૮, ભા. ૨), ફૂલ ગજરા જેવી સોહામણી રાજ્યશ્રી (પૃ. ૫૦૮, ભા. ૨), પાપીના હૃદય જેવી કાળીમેશ રાત (પૃ. ૫૦૮, ભા. ૨) ઉપમાની જેમ દૃષ્ટાંત પણ અહીં ઠીક પ્રમાણમાં મળે છે. જેમકે 'રાજકુળોમાં અંતઃપુરો ચામડી પરના રોગ જેવા હોય છે જે સદા ખંજવાળ પેદા કરે. ખણીએ તો તરત સુખ લાગે પણ પછી પીડા થાય.' (પૃ. ૧૭૧, ભા. ૧), આકાશમાંથી વાદળો સરી જાય એમ યાદવો ઉત્તર આર્યાવર્તની ધરતી છોડીને સરી ગયા. (પૃ. ૧૯૨, ભા. ૧), રાજ તો કાચું સોનું છે. એક વાર સોનું હસ્તગત થયા પછી જેવો ઘાટ ઘડવો હોય તેવો ઘડજે. (પૃ. ૨૯૦, ભા. ૧), મધુમાલતી આકાશી વાદળીની જેમ સરી ગઈ, (પૃ. ૪૨૦, ભા. ૨), કસાઈ જેમ ઘેટાને સંહારે એમ યમ માનવોને હણી રહ્યો છે. (પૃ. ૪૫૧, ભા. ૨), ભાલપ્રદેશ ઉપરનું કુમકુમ તિલક પ્રસ્વેદથી ભૂંસાઈ જાય એણ એમનો આનંદ ભૂંસાઈ ગયો હતો (પૃ. ૪પ૯, ભા. ૨), રૂપકયુક્ત કલ્પનાચિત્રો તો અહીં પણ ઘણાં બધાં છે જેમ કે પ્રેમનું કાવ્યફૂલ તો હજારો સાવધ આંખોમાં ધૂળ નાંખીને પાંગરતું રહે છે. (પૃ. ૧પ૯, ભા. ૧), રુકિમણી પોતાના કૃષ્ણ સાથે મનોમન થયેલા લગ્નને આવી રૂપકાત્મક કલ્પનાના શબ્દચિત્રથી નિરૂપે છે, 'હું તો ચિત્તમાં ચોરી બાંધી, શ્રદ્ધા પુરોહિતની શાખે, મન માંહ્યરામાં બેસી શ્રીકૃષ્ણ ગોપાલને ક્યારની ય પરણી ચુકી છું.' (પૃ. ૧૩૩, ભા. ૧), દરેક માનવના હૃદયમાં