પૃષ્ઠ:Jayabhikkhu, vyaktitva ane vāṇmaya.pdf/૨૨૧

આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૦૬
જયભિખ્ખુ : વ્યક્તિત્ત્વ અને વાઙમય
 

ફૂલ'માં ક્યંક બીભત્સનું નિરૂપણ જયભિખ્ખુએ કર્યું છે. (પૃ. ૮૦, ભા. ૧). પણ એ નિરૂપણ પાછળનો લેખકનો હેતુ માણસની મલિન વૃત્તિઓની સામે લાલબત્તી ધરવાનો હોઈને અને એ દ્વારા ધર્મનો ઉદ્ ભવ જ દર્શાવવાનો હોઈને અંતે એનું ઉપશમન શાંતમાં જ થાય છે. આમ વિવિધ રસોની રંગપૂરણીમાં ભક્તિનો શાંતરસ છેવટે સર્વોપરી નીવડે છે. કેવળ ગ્રંથોમાં નહીં, પરંતુ એમના જીવન, વ્યવહાર અને વર્તનમાં પણ તે રસનાં પ્રત્યક્ષ દર્શનનો અનુભવ થાય છે.

જીવનમાંગલ્યવાદી સર્જકની નવલો ચિંતનના રસે રસાઈ ન હોય તો જ નવાઈ લાગે. જયભિખ્ખુની નવલોમાં ચિંતનનું તત્વ ક્યાંક કલાત્મક રૂપે આપ્યું છે, તો ક્યાંક ઉપદેશાત્મક ઢબે. જ્યાં એ કલાત્મક રૂપ ધરીને આવ્યું છે ત્યાં કથાવસ્તુમાં એવું વણાઈ ગયું છે, ઓતપ્રોત બની ગયું છે કે વાચક કોઈ ચિંતનના ઊંડા વહેણમાં ખૂંતી ગયો છે એનો ખ્યાલ પણ આવતો નથી. 'કામવિજેતા'માં આવતું ચિંતન ઘણે ઠેકાણે આ પ્રકારનું (પૃ. ૧૩૮, ૨૪૦, ૨૬૬); એનાથી વિપરીત 'દાસી જનમ જનમની...” (પૃ. ૧૯૪, ૧૯૭) કે પછી 'નરકેસરી' (પૃ. ૨૧૩), 'સંસારસેતુ' (પૃ. ૧૬૪) વગેરેમાં કેટલાક ચિંતનખંડો ઉપદેશાત્મક રૂપ ધરીને જ આવી ગયા છે. ત્યાં એટલે અંશે નવલકથાની કલાત્મકતાને હાનિ પણ પહોંચી છે. રાજકારણ વિશેની, ધર્મ વિશેની અમુક ચોક્કસ વિચારધારા ચિંતન બનીને એમની નવલોમાં વણાઈ ગઈ છે. ધર્મનો રાજકારણ દ્વારા થતો દુરુપયોગ એમને સતત કઠ્યો છે. એનો આક્રોશ 'કામવિજેતા', ‘વિક્રમાદિત્ય હેમુ' જેવી નવલોમાં એમણે સફળ રીતે વ્યક્ત કર્યો છે. એ જ રીતે યુદ્ધ તરફનો અણગમો પણ એમની નવલોમાં વ્યથા બનીને પ્રગટે છે. તેઓ દૃઢપણે માને છે કે રાજનીતિ કરતાં ધર્મનીતિ ચડિયાતી છે. લોકસુધારણા કરવાથી સમાજનો ઉત્કર્ષ આપોઆપ થાય છે. એમની આ વિચારણા પણ વિવિધ ઐતિહાસિક નવલોમાં ઝિલાઈ છે.

જયભિખ્ખુની નવલોમાં ઉપદેશનું તત્વ ઘણી વાર કલાત્મકતાને ભોગે પ્રાધાન્ય ભોગવી જાય છે. જેમકે 'નરકેસરી'માં 'ધર્મકથા' (પૃ. ૧૩૩), 'મધ્યમ પ્રતિપદા' (પૃ. ૧૬૭) 'જગતગુરુ ક્ષત્રિયો' (પૃ. ૨૬૯), ‘જ્ઞાતપુત્ર મહાવીર' (પૃ. ૨૭૫). જેવાં કેટલાંક પ્રકરણો માત્ર ઉપદેશયુક્ત છે. કથાના