પૃષ્ઠ:Jayabhikkhu, vyaktitva ane vāṇmaya.pdf/૨૪

આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
જયભિખ્ખુ : જીવન અને જીવનદર્શન
 

જયભિખ્ખુના સાહિત્યિક વ્યક્તિત્વને ઘડવામાં અન્ય મહાનુભાવોએ પણ સારો એવો ફાળો આપ્યો છે. સંસારી જનોની જેમ તેઓ સાધુજનોના પણ સ્નેહભાજન હતા. મુનિશ્રી ચિત્રભાનુ, મહંતશ્રી શાંતિપ્રસાદજી, ગોસ્વામી મુગટલાલજી, મહાસતી ધનકુંવરબાઈ વગેરેની એમની ઉપર ગાઢ પ્રીતિ હતી. તેમની પાસેથી જયભિખ્ખુને અવારનવાર માર્ગદર્શન પણ મળતું હતું. પ. પૂ. મોટાના તથા પ્રજ્ઞાચક્ષુ પંડિત સુખલાલજીના આશીર્વાદ અનેક વર એમને પ્રાપ્ત થયેલા.

મહાન જાદુગર કે. લાલ (કાંતિલાલ વોરા) અને જયભિખ્ખુ વચ્ચે અનોખો મનમેળ હતો. કે. લાલે શ્રી જયભિખ્ખુને આકર્ષ્યા ને બંને વચ્ચે ગાઢ આત્મીય સંબં સ્થાપિત થઈ ગયો. ભાવનગરની યશોવિજય ગ્રંથમાળાના તંત્રી હતા ત્યારે કે. લાલની વિદ્યાકળાનો તેને લાભ અપાવી પ૦ હજાર જેટલી રકમની સહાય કરી હતી અને એ સંસ્થાને પુનર્જીવન બક્ષ્યું હતું. શ્રી ચાંપશી ઉદ્દેશી તેમના સ્નેહીવર્ગની વિશાળતાના સંદર્ભમાં એમના વ્યક્તિત્વની એક ખાસિયત તરફ ધ્યાન દોરતાં કહે છે કે ‘એમનો સ્નેહીવર્ગ વિશાળ છે આનું કારણ કેવળ એમની મિષ્ટભાષિતા કે વ્યવહારપટુતા જ નથી પણ અંગ્રેજીમાં જેને Obliging nature કહીએ છીએ તે છે.’ (‘જયભિખ્ખુ ષષ્ટિપૂર્તિ સ્મરણિકા’, ડિસે. ’૭૦, પૃ. ૨૯)

કુટુંબસંસ્કાર, સ્વજનો શિક્ષકો અને અન્ય મહાનુભાવોની જેમ જયભિખ્ખુના સાહિત્યિક-સાસ્કૃતિક વ્યક્તિત્વને ઘડવામાં સંસ્કૃતસાહિત્યના ઊંડા અભ્યાસ પણ સારો ફાળો આપ્યો છે. ખાસ કરીને જૈન શાસ્ત્રોનો અભ્યાસ એમને વાર્તાલેખન તરફ દોરી ગયો છે. જૈન કથાસાહિત્યને સર્વ સમાજોપયોગી બનાવવાની આકાંક્ષામાંથી જૈન કૃતિઓનું સર્જન તેમના દ્વારા થયું છે. સંસ્કૃત સાહિત્યના અભ્યાસે તેમના માનવતાપૂર્ણ જીવનના ઘડતરમાં અને ચણતરમાં જ્ઞાત કે અજ્ઞાતભાવે શુભ ફાળો આપ્યો છે અને સાથે સાથે જીવન-સમગ્રનું પાથેય પણ એમને એમાંથી જ લાધ્યું છે. જૈન પંડિતની દયનીય દશા વિલોકી એવી નોકરી પ્રત્યે ઊપજેલા તિરસ્કારભાવે, પ્રેસમાં કામ કરતાં કરતાં કલમને ખોળે માથું મૂકી મા સરસ્વતીના ચરણામૃતથી સંતોષ માનવાના નિશ્ચયે ઈ. સ. ૧૯૩૩માં તેમના જીવનને જે વળાંક આપ્યો તે ઘણી લીલી સૂકી અનુભવ્યા પછી છેવટે આનંદ અને ઉલ્લાસમાં