પૃષ્ઠ:Jayabhikkhu, vyaktitva ane vāṇmaya.pdf/૩૦૪

આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

નીખરી ઊઠે છે. (રૂપ જ્યોતિ, પૃ. ૫૭), તો ક્યાંક પ્રિયનાં પ્રિય માટે સર્વસ્વ ન્યોછાવર કરવામાં અનેરી ધન્યતા પણ માણે છે. (આનારાં દેવી, પૃ. ૬૮). દિલમાં જ દિલના દાન દઈ, ચિત્તમાં ચોરી રચાવી લગ્નની ગાંઠ બંધાતું અનુપમ પ્રેમખમીર અહીં છે. (ફૂલાંદેનો ચૂડો, પૃ. ૮૬), તો લગ્નની પહેલી જ રાત્રે પોતાના માન-સ્વમાનને ન રક્ષી શકનાર દેહના પતિનો પોતાના દેહથી ત્યાગ કરી એનામાં રહેલા આત્મતત્ત્વની પૂજારણ બનનાર નારીના અનુપમ સ્વમાની ખમીરનો પરિચય પણ અહીં થાય છે. (રૂઠી રાણી, પૃ. ૨૦૨), સ્વદેશને ખાતર પોતાના અંગત સુખ અને જીવન સુદ્ધાં અર્પણ કરનારી નારીઓ આ ધરતી ઉપર તો છે જ તે (વીરાંગના, પૃ. ૧૦૭, અનામી, પૃ. ૧૧૩), ખમીરની સાથે રજપૂતાણીના જીવંત મૃત્યુને હાથમાં રમાડતાં શૌર્ય ભર્યા ખમીરનો પરિચય પણ અહીં થાય છે. (રજપૂત નારી, પૃ. ૨૧૧).

આ સંગ્રહમાં ઇતિહાસને કથાવિષય બનાવતી વાર્તાઓ જેવી કે ‘મીઠી મહિયારણ’ (પૃ. ૩૨), જનેતાની જોડ (પૃ. ૪૩), રૂપજ્યોતિ (પૃ. ૫૭), અનારાં દેવી (પૃ. ૯૮), ફૂલાંદેનો ચૂડો (પૃ. ૮૬), રૂઠી રાણી (પૃ. ૧૦૨), સામાજિક સંદર્ભયુક્ત વાર્તાઓ ‘સ્ત્રીનો અવતાર’ (પૃ. ૧૮૫), નન્હીજાન (પૃ. ૧૯), સરસ્વતી અને લક્ષ્મી (પૃ. ૨૧૭), દેશપ્રેમની સુગંધવાળી ‘સુંદરીનું બલિદાન’ (પૃ. ૯૭), વીરાંગના (પૃ. ૧૦૭), અનામી (પૃ. ૧૧૩) પણ અહીં છે. સંગ્રહમાંની કેટલીક વાર્તાઓ રાજસ્થાનની ભૂમિનાં શૌર્ય, સ્વાપર્ણ અને પ્રેમને વિષય બનાવે છે. જેમ કે મીઠી મહિયારણ (પૃ. ૩૨), જનેતાની જોડ (પૃ. ૪૩), અનારાં દેવી (પૃ. ૯૮), ફૂલાંદેનો ચૂડો (પૃ. ૮૬), રૂઠી રાણી (પૃ. ૨૦૨), તો કેટલીક વિદેશની ધરતીના નારીજીવનને કથાવિષય બનાવે છે, જેમકે ‘સુંદરીનું બલિદાન’ રોમને, ‘વીરાંગના’(પૃ. ૧૦૭) ચીનને અને ‘અનામી’ (પૃ. ૧૧૩) ફ્રાન્સને ત્યાંના જનજીવનમાં નારીના સ્થાનને કથાવિષય તરીકે પસંદ કરી રજૂ કરે છે. સંગ્રહમાંની કેટલીક વાર્તાઓ જૈન ધર્મના સાંપ્રદાયિક વાતાવરણને પણ નિરૂપે છે. જેમ કે ‘અંગના’ (પૃ. ૩), રૂપજ્યોતિ (પૃ. ૫૭), ‘રાધા ને કહાન’ (પૃ. ૧૧૭), અમગમતી (પૃ. ૧૪૦).

આ સંગ્રહમાં ગણિકાના વરવાં અને ગરવાં રૂપોને પ્રગટ કરતી વાર્તાઓનું પ્રમાણ પણ ધ્યાન ખેંચે એવું છે. નન્હીજાન (પૃ. ૧૯), શરાફત