પૃષ્ઠ:Jayabhikkhu, vyaktitva ane vāṇmaya.pdf/૩૯૭

આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

મહારાજા ને મહારાણીઓનાં ચિત્રો બનાવી ‘ગજબ ચિતારો થજે’ એવા આશીર્વાદ મેળવનાર રાજા રવિવર્માની ચિત્રકાર તરીકેની સિદ્ધિઓ અને સ્ત્રીપાત્રોને હંમેશાં મરાઠી પોષાકો પહેરાવનાર આ ચિત્રકારનું ચિત્ર ચરિત્રકારની ભાષામાં એવું તો ઊપસ્યું છે કે એક ચિતારો સહજ રીતે જ બાળકોના દિલદિમાગનો કબજો લઈ લે.

સમાજ, સાહિત્ય, શિક્ષણ અને સંસ્કારના ક્ષેત્રમાં નોંધપાત્ર કામગીરી બજાવનારાઓની જેમ સંસ્કૃતિ - સંસ્કારના ઉદ્દગાતા એવા સ્વામી વિવેકાનંદ કે વિજયધર્મસૂરિ સ્વામીનાં ચરિત્રો પણ ચરિત્રકાર જયભિખ્ખુની સંસ્કારવાંછતી નજરમાંથી વિસરાયાં નથી. ‘સ્વામી વિવેકાનંદ’ના ચરિત્રમાં ટૂંકા ટૂંકા વાક્યોમાં ચરિત્રનાયકના આંતરબાહ્ય વ્યક્તિત્વને જયભિખ્ખુ આલેખે છે તો સર્વધર્મસમન્વયના અહાલેકને જગાડનાર જૈન મુનિ વિજયધર્મસૂરિના વિસરાઈ ગયેલા કાર્યની યાદ એ ચરિત્ર દ્વારા અપાવે છે.

પોતાની નવલકથાઓ, ટૂંકી વાર્તાઓ અને નાટકોમાં ઇતિહાસથાઓનો બહોળો ઉપયોગ કરનાર જયભિખ્ખુએ ચરિત્રોમાં પણ ઇતિહાસકથાઓનો ઉપયોગ ઠીક ઠીક પ્રમાણમાં કર્યો છે. ઇતિહાસના પટલ પર પ્રતાપી પાત્રો તરીકે છવાઈ ગયેલા ‘વિર દુર્ગાદાસ’, ‘મહારાણા પ્રતાપ’, ‘સિદ્ધરાજ જયસિંહ’, ‘ચક્રવર્તી ચંદ્રગુપ્ત’, ‘છત્રપતિ શિવાજી’, ‘ચાંદબીબી’, ‘મહારાજા કુમારપાળ’, ‘વીર કુણાલ’, ‘મહારાણી લક્ષ્મીબાઈ’ વગેરેનાં ચરિત્રો પણ જયભિખ્ખુએ ઉપસાવ્યાં છે. ‘વીર દુર્ગાદાસ’માં રાજસ્થાનના વીર દુર્ગાદાસની વીરતા અને ક્ષમાનું નિરૂપણ કરતો એક પ્રસંગ ઉપસાવ્યો છે એ મુજબ રાણા રાજસિંહ અને ઔરંગઝેબ વચ્ચેના સંઘર્ષમાં ઔરંગઝેબની બેગમ દુર્ગાદાસના હાથે પકડાઈને એને શી સજા કરવી એવા રાજસિંહના પ્રશ્નના પ્રત્યુત્તરમાં દુર્ગાદાસે જવાબ વાળ્યો હતો કે રજપૂતો કદી પતિની શિક્ષા તેમની ઓરતોને કરતા નથી. એવી જ રીતે ‘મહારાણા પ્રતાપ’માં હલદીઘાટી અને ચિતોડગઝના યુદ્ધના ખેલંદા પ્રતાપની શૂરવીરતાને ચરિત્રકારે ઉપસાવી છે. ‘મહારાજા કુમારપાળ’માં પાટણની ડગુમગુ થતી ગાદી બનેવી કહાનડદેવની