પૃષ્ઠ:Jayabhikkhu, vyaktitva ane vāṇmaya.pdf/૪૧૨

આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

રાજ’ તથા સશસ્ત્ર ક્રાંતિવાદને બદલે અહિંસાના માર્ગની ઉત્તમતા બતાવવાની તક પણ જયભિખ્ખુએ ઝડપી લીધી છે.

જયભિખ્ખુના સમગ્ર સર્જનમાં વિષય દૃષ્ટિએ આગવી ભાત પાડતા જવાંમર્દ શ્રેણીમાં આ બે પુસ્તકો તરુણોને ગમી જાય એવી આકર્ષક શૈલીમાં લખાયાં છે. આપણી તરુણ પેઢી આવી કલ્પિત છતાં વાસ્તવજીવનની સાહસકથાઓમાંથી સાહસને પ્રેરણા મેળવે એ હેતુને સિદ્ધ કરતી આ બે કૃતિઓ કિશોરોને પથ્ય વાચન પૂરું પાડે છે.

‘જવામર્દ’ શ્રેણીનાં ત્રીજા પુસ્તક ‘હિંમતે મર્દા’માં સુપ્રસિદ્ધ શેરશાહ અને વિક્રમાદિત્ય હેમુના બાલજીવનના અને કિશોરજીવનના કેટલાક રોમાંચક પ્રસંગોનું નિરૂપણ છે. જોનપુરની લશ્કરી શાળાના બે વિદ્યાર્થીઓ ફરીદ શેરખાન અને હેમુની દોસ્તી, કુસ્તી, સાહસો, એષણાઓની કથા આ કૃતિમાં જુદા જુદા પ્રસંગોરૂપે નિરૂપાઈ છે. બચપણમાં બંનેએ છાના છાના કરેલા પ્રવાસ, બંદૂક ફોડવાની લીધેલી તાલીમ, વાઘ મહારાજનાં થયેલાં દર્શને બંનેમાં જગાડેલી વાઘ મારવાની ઝંખના, પણ એ સાહસ બચપણમાં તો થઈ શક્યું નહીં.

યુવાની બંનેને જુદા જુદા રસ્તે દોરી ગઈ. હેમુને પિતાની મરજીથી ઝવેરાતના ધંધામાં પડવું પડ્યું. ફરીદને કુટુંબફ્લેશને કારણે ઘર છોડવું પડયું. હેમરાજ રાજ-રજવાડાના વેપારમાં ને ઝવેરાતની પરખમાં પડ્યો પણ સાહસના જીવે ફરી પાછી એક બનાવે સાહસની દુનિયામાં પ્રવેશ મેળવી લીધો. દશેક લૂંટારા એક મોગલની ફૂલગુલાબી યુવતીને આંતરી ઊભેલા ને એનાં ઘરેણાં ઉતરાવતા હતા ત્યાં અચાનક ફરીદ અને હેમુ પહોંચી જાય છે અને લૂંટારુઓને ભગાડે છે. શેરખાંના મનમાં બાદશાહ થવાના સ્વપ્નને હેમુ રોપે છે અને એ સ્વપ્ન પૂરું કરવામાં મદદરૂપ પણ બને છે.

અદલ ઇન્સાફીમાં રાજા ભોજના બીજા અવતારનું બિરુદ મેળવનાર શહેનશાહ શેરશાહે અનેક સુધારાઓ કર્યા. ટોડરમલ જેવા ચુસ્ત હિંદુને મહેસૂલી અધિકારી નીમી હિંદુઓને સુખી બનાવ્યા. પણ સુખી શેરશાહની શહેનશાહત લાંબી ટકી નહીં. એક દિવસ કોઈએ આવીને હેમરાજને સમાચાર આપ્યા કે ‘કલિંજરના કિલ્લાની લડાઈમાં યુદ્ધનું સંચાલન કરતાં