પૃષ્ઠ:Jayabhikkhu, vyaktitva ane vāṇmaya.pdf/૪૧૩

આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

કરતાં દરુગોળો ફૂટતાં શેરશાહનું મૃત્યુ થયું. શેરશાહના મૃત્યુ પછી જાગેલા કુટુંબકલેશના દાવાનળને બુઝાવવા ફરી હેમરાજે તલવાર લીધી, કુટુંબ કલેશ બુઝાવ્યો ને શેરશાહના કુટુંબીજનોની નબળાઈઓને કારણે મોગલોના હાથમાં દિલ્હીની સલ્તનતને જતી બચાવવા દિલ્હીની ગાદી સંભાળી.

યુવાનોની કલ્પના અને કૌવતના ચકમકને જગાવવા એકાદ નાના પથરાની ગરજ સારવા માટેના નિમિત્તરૂપ બનતી આ કથામાં પ્રસંગોનું નિરૂપણ રોમાંચક રીતે થયું છે, કથામાં આલેખાતા સર્વ પ્રસંગોને બંને મિત્રોની પરસ્પર ગાઢ મૈત્રીની અચલતાનો સુવર્ણકાર સાંકળી લે છે. વસ્તુનિરૂપણ માટે જયભિખ્ખુની ભાષાશૈલી એવી તો આકર્ષક છે કે ખાંડાના ખેલ ખેલતા હોય એનાં વર્ણનોમાં એ વર્ણનો વાંચતા કિશોરો પણ જાણે મેદાનમાં આવી જાય છે.

જવાંમર્દ શ્રેણીનું ચોથું પુસ્તક ‘ગઈ ગુજરી’ એનાં અન્ય પુસ્તકોની જેમ કિશોરાવસ્થાનાં કેટલાંક બોધપ્રદ સંસ્મરણોને રમણીય રૂપે આલેખે છે. કોઈ પણ આપવીતીનાં પ્રસંગો અસામાન્ય ન હોય તોયે એનું નિરૂપણ ઘણું ખરું હ્રહયંગમ બની જાય છે. કારણ કે એમાં સ્વાનુભૂતિની સચ્ચાઈનો આછો ઘેરો રણકાર સંભળાય છે. ‘ગઈ ગુજરી’માં પણ લેખકજીવનના કોઈ પ્રત્યક્ષ અથવા જાતે જીવંત અંશનું પરોક્ષ રૂપનું નિરૂપણ મળે છે. મા વગરનો, માસી પાસે ઊછરેલો, માસીનું મૃત્યુ થતાં મોસાળમાં બીજી વારના મામી પાસે ઉછેર માટે આવેલો કિશોર અશોક જીવનની તડકી - છાંયડી જોતો ગરીબાઈમાં ‘બાર બાદશાહી’થી જીવે છે. મોસાળમાં અને છેલ્લે પિતાજી પાસે જીવતાં બાળકના ચિત્ત પર ભૂતના, ભુવાના, ચોર લૂંટારાઓના, બનાવટોનાં, સાપ-ગારૂડી-નોળિયાની દોસ્તીના ને છેવટે સહુના છોડેલા ‘ગિરજા’ સાથેની મૈત્રીના કરુણ અનુભવના જે સંસ્કારો પડ્યા એનું હૃદ્ય નિરૂપણ છે.

આ કૃતિમાં અન્નજળ ત્યાગીને રઝળપાટ વેઠી બહારવટિયાઓને ભોંય ભેગા કરતાં પાત્રોમાં સૂરીલા આલેખનો છે તો બીજી તરફ મર્દાનગીની પ્રેરણા આપતાં પાલીકાકી અને જીવનસંસ્કારનું ભાથું વહેંચતા નિર્મળાબેન પણ છે. ગામડાગામના સંસ્કારી પણ સાક્ષરી માસ્તરની સાક્ષરની