પૃષ્ઠ:Jayabhikkhu, vyaktitva ane vāṇmaya.pdf/૪૩૦

આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

(કૉલમના નામનો બ્લોક) નીચે કે અઠવાડિયે પખવાડિયે કે માસિક હોય તો દર મહિને પોતાના સર્જનની કોઈ ને કોઈ સામગ્રી નિયમિત રીતે પીરસતો રહે છે. આ કટારલેખકો નો વર્ગ આજે ખૂબ મોટો છે અને અનેક નામી લેખકોને પોતાનાં વર્તમાનપત્રો કે સામયિકોમાં લખવા લલચાવી શકે એવડા મોટા પુરસ્કારોની ઑફર કરીને આજે નિમંત્રણ આપવામાં આવે છે ને ક્યારેક એકબીજાં વર્તમાનપત્રના કટારલેખકોને પોતાની તરફ ખેંચવા ગળાકાપ સ્પર્ધામાં પણ એના માલિકો, તંત્રીઓ કે સંપાદકો ઉતરતા હોય છે. મોટે ભાગે આવો કટારલેખકોનો એક વર્ગ એક કરતાં વધારે દૈનિકો કે સામયિકોમાં લખતો હોય છે અને પોતાને ‘Fre lance journalist’ તરીકે ઓળખાવે છે. જયભિખ્ખુનો સમાવેશ આપણે આવા પ્રકારના પત્રકારમાં નિ:સંકોચપણે કરી શકીએ.

જયભિખ્ખુએ પોતાના સમયમાં જે કંઈ વિપુલ અને વૈવિધ્યવંતુ સાહિત્યસર્જન આપ્યું એ આ ‘પત્રકારી વ્યક્તિત્વનો પરિપાક છે. એક વાત સ્પષ્ટપણે નોંધવી જોઈએ કે – જો જયભિખ્ખુ પત્રકાર તરીકે લખતા ન થયા હોત તો આટલા મોટા પ્રમાણમાં એની પાસેથી વિપુલ સાહિત્ય મળ્યું એ ન મળ્યું હોત. પત્રકારે મશીન સાથે પોતાની દોડ ચલાવવાની હોય છે. એમાં અનુકૂળતાએ લખવાની મોકળાશ હોતી નથી. અનેક પ્રતિકૂળતાઓ હોય છતાં વર્તમાનપત્રનો ‘વાર’ અને ‘સમય’ ફરજિયાતપણે જાળવવો પડતો હોય છે, કારણ કે મશીનને થંભાવાનું હોતું નથી. એવા સંજોગોમાં ‘ઘણી મર્યાદાઓ’ પણ સાહિત્યકારને નડતી હોય છે, અને સાહિત્યમાં પણ એ ‘મર્યાદાઓ’ વશે કે કવશે આવી જતી હોય છે એની વાત આગળ આપણે કરીશું.

એ જમાનાના પત્રકારત્વની પણ એક તાસીર આપણે અહીં નોંધી લેવી જોઈએ. એ જમાનાના મોટા સર્જકો કે સાહિત્યકારો છાપાંઓમાં લખતા નહીં અથવા ‘કટારલેખક’ તો કોણ થાય ? – એવો છોછ પણ અનુભવતા હતા. આજે એનાથી વિપરીત તાસીર દેખાય છે. છાપાના આશ્રય પછી પણ પ્રસિદ્ધ લેખક થવાય એવી આ ‘સમૂહમાધ્યમ’ની પકડ આવી છે અને સાપ્તાહિક – અર્ધસાપ્તાહિક પૂર્તિઓ દ્વારા અનેક તાજી મઘમઘતી કલમપ્રસાદી આપણને