પૃષ્ઠ:Jayabhikkhu, vyaktitva ane vāṇmaya.pdf/૪૬૦

આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

વાર્તાની સ્વરૂપલક્ષી સમજમ જ્યારે અલ્પવિકસિત દશામાં હતી ત્યારે સામગ્રીના વૈવિધ્યને આપસૂઝથી વાર્તાકારમાં સંયોજવાની જયભિખ્ખુની અનેરી ક્ષમતાનો પરિચય કરાવતી આ વાર્તાઓ નોંધનીય બને છે. આમ જયભિખ્ખુની ટૂંકી વાર્તાઓ ગુજરાતી વાર્તાસાહિત્યનું જેટલું લોકપ્રિય એટલું જ અભ્યાસપાત્ર પ્રકરણ બની રહે છે.

રેડિયો તથા રંગભૂમિની માગમાંથી જયભિખ્ખુએ સાતેક નાટકોની પણ રચના કરી છે. નાટકકાર જયભિખ્ખુની અર્ધી સફળતા માટે તો એમણે કરેલી નાટ્યક્ષમ વસ્તુની પસંદગીમાંથી જ પ્રગટે છે. જયભિખ્ખુ પુરાણ, ઇતિહાસ કે દંતકથામાંથી એકાદ રસાળ અને ચમત્કૃતિપૂર્ણ પ્રસંગને પસંદ કરીને તેને પોતાની રીતે નાટકના સ્વરૂપમાં ઢાળે છે. લઘુ નાટકના નાનકડાં પટ ઉપર ખેલ કરતાં કરતાં જીવંત પાત્રોને ઉપસાવવાનું અઘરું કાર્ય પણ જયભિખ્ખુની સર્જકતા આસાનીથી સિદ્ધ કરે છે. એમનાં દરેક નાટકનાં મુખ્ય પાત્રોનો ઉઠાવ સચોટ રીતે થયો છે. આ નાટકોને સફળ બનાવવામાં જીવંત આવેશવાળા અને ચિત્રાત્મક સંવાદોનો પણ મોટો ફાળો છે. કથનની સરસતા અને સચોટતા આ સંવાદોનું આગવું લક્ષણ છે. નાટકકારની ઉદ્દિષ્ટ સૃષ્ટિને વાચકના ચિત્તમાં ઉપસાવવાનું અને તેની ભાવનાને હૃદયમાં ઉતારવાનું કામ સંવાદો જ કરે છે. અહીં સંવાદો દ્વારા પાત્રનું વ્યક્તિત્વ ઉઠાવ પામતું જાય છે. આ નાટકોમાં જયભિખ્ખુએ વસ્તુની પસંદગી જ એવી કુશળતાથી કરેલી છે કે એમાંથી નાટ્યક્ષમ સંઘર્ષ સહજ રીતે જન્મી જાય. નાટકમાં ઊભી થતી કટોકટી તથા તેના ભાવના ઉત્કલનબિંદુની સૂક્ષ્મ સમજ નાટકકારે વસ્તુનિરૂપણમાં દાખવી છે. આ નાટકોમાં વસ્તુના હાર્દને સ્ફુટા કરવામાં પાત્રો, અને સંવાદોની જેમ વાતાવરણ પણ મહત્ત્વનો ફાળો આપે છે. જયભિખ્ખુના નાટકોમાં માનવમૂલ્યોની હંમેશાં પ્રતિષ્ઠા થતી રહી છે. આ નાટકોમાં જીવનનો મર્મ અનાયાસ સહજ રીતે કળીમાંથી વિકસીને પૂર્ણ પુષ્પની જેમ - વિલસી રહ્યો છે. વિવિધ દૃશ્યોમાં વહેંચાયેલી આ નાટિકાઓનું કાઠું એકંદરે એકાંકીને મળતું આવે છે છતાં ઠેકઠેકાણે વિસ્તૃત પથરાટવાળી દૃશ્યયોજના કરીને નાટકકારે વસ્તુના પોતને થોડું પાતળું પાડી દીધું છે ને તેથી એકાંકીનું કલાવિધાન શિથિલ થતું પણ જણાય છે. આમાંથી અમુક દૃશ્યોની કાટછાંટ થઈ હોત તો એકાંકી વધુ ચૂસ્ત બનાવી શક્યા