પૃષ્ઠ:Jayabhikkhu, vyaktitva ane vāṇmaya.pdf/૬૬

આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
નવલકથા : વૈવિધ્ય અને વૈશિષ્ટ્ય
૫૧
 

કહેવડાવે છે, ‘મગધનો યોદ્ધો યુદ્ધનો થાક ઉતારવા બંસરી બજાવે, એ ભલે યોગ્ય લેખાય, પણ બંસરીનો નાદ એને રાષ્ટ્ર તરફ બેદરકાર બનાવે એ મને ન રુચે. મગધની રમણીઓ ભલે કાવ્યની છોળોમાં નહાતી રહે, પણ કાવ્યની મોહિની જીવનદ્રોહિની ન બનવી ઘટે... મગધનું સૈન્ય દિન-પ્રતિદિન અપ્રતિમ બનતું જતું હોય પછી દિવસરાત ભલે કાવ્યચર્ચાનો ધોધ વહેતો રહે.’ (પૃ. ૧૩૧) શકટાલની આ વિચારસરણીની સામે યક્ષાના મુખમાં લેખકે આપણે સહુ પણ લેખકને પૂછીએ એવો તાતો પ્રશ્ન પૂછયો છે : ‘રાષ્ટ્ર એટલે સૈન્ટ, કોશ ને શસ્ત્રો - એટલું જ ? સંસ્કાર, સંસ્કૃતિ કે સાહિત્ય જેવું એને કશું જ નહિ ?’ (પૃ. ૧૩૧) જયભિખ્ખુ શકટાલ પાસે એનો જે જવાબ અપાવે છે તે પણ એવો જ નોંધનીય છે : ‘રાષ્ટ્ર એટલે એ બધાનો સમન્વય. એને સંસ્કાર, સંસ્કૃતિ અને સાહિત્ય પણ જોઈએ જ. એમાંનું એક પણ અધૂરું હોય તો રાષ્ટ્ર ન કહેવાય, છતાં એ નિશ્ચિત સમજી લેવાનું કે પ્રજાઓ નિર્બળ બનતાં એનાં સંસ્કાર ને સાહિત્ય ગમે તેટલાં ઉત્તમ હોય એ નિર્બળ બનવાનાં ! સંસારમાં જ્યાં સુધી ‘મત્સ્યગલાગલ’ ન્યાય ચાલતો હોય, સબળા નબળા પર કાબૂ જમાવવામાં માનતો હોય ત્યાં સુધી સૈન્ય, કોશ ને શસ્ત્ર અનિવાર્ય. કાવ્ય, નાટ્ય, સાહિત્યનું ત્યાં સ્થાન મર્યાદિત.’ (પૃ. ૧૩૧) જયભિખ્ખુનો આ મુદ્દો આજના સંદર્ભમાં પણ સાચો નથી શું ?

સ્વરાજ્યની સુરક્ષાની સતત ચિંતા દ્વારા રાષ્ટ્રપ્રેમની કેળવણી જેમ જયભિખ્ખુના ચિંતિનમાં વ્યક્ત થાય છે તેમ લેખકની પ્રીતિમીમાંસાના ચિંતનાત્મક અંશો પણ નોંધપાત્ર છે. લેખકની ઝંખના પ્રેમતત્ત્વને જગતમાં શાસ્વત બનાવવાની છે. એટલે તો સ્થૂલિભદ્રના મુખમાં તેઓ આ ઉક્તિ મૂકે છે ને ? – ‘ભદ્ર અને કોશા એ બે તત્ત્વો સંસારમાં હજી રહેવા લાયક છે... અને એ રહેશે જ. કોઈ તોફાન, કોઈ આંધી, કોઈ દુર્ગ કે કોઈ દીવાલો એને નહિ ખાળી શકે !’ (પૃ. ૪૩) પણ સાચો પ્રેમ તો એ જ કે કસોટીની એરણ ઉપર જઈને પણ શુદ્ધ રૂપે જ બહાર આવે. લેખકની શ્રદ્ધા આ વિધાનમાંથી મુક્ત થાય છે : ‘પ્રેમનું સુવર્ણ જેમ સજાના તાપને સ્પર્શતું જશે, એમ દિવ્ય થતું જશે.’ (પૃ. ૧૩૮) જયભિખ્ખુના મતે ત્યાગમાંથી જે જન્મે એ જ સાચો પ્રેમ. તેઓ કહે છે, ‘જેમાં ત્યાગ નથી એ પ્રેમરસ ફિક્કો છે.’ (પૃ. ૨૪૦) તો